આવી સેવા તો ખજૂર ભાઈ જ કરી શકે!! જે વૃદ્ધ માજી નું ગામ ના લોકો મોં જોવા રાજી નહોતા તેનું ખજૂર ભાઈ એ બનાવ્યું ઘર સમગ્ર લેખ વાંચી તમારી આંખોમાંથી આંસુ નીકળી જશે

આપ સૌ લોકો લોક સેવક ખજૂર ભાઈને તો ઓળખતા જશો. આજે ખજૂર ભાઈએ અનેક લોકોના દુઃખને દૂર કરી તેના જીવનમાં એક નવી ખુશી ઉમેરી દીધી છે. ખજૂર ભાઈ અવારનવાર અનેક લોકોની સેવા કરતા હોય છે જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે.

જેમાં તેના ચાહકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી ખજૂર ભાઈને પ્રેમ આપતા હોય છે ખજૂર ભાઈના ચાહકો આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે. જે ખજૂર ભાઈને હંમેશા પ્રેમ કરે છે તથા તેના અનેક લોક સેવાના કાર્યમાં પૂરતો સાથ સહકાર આપે છે તેથી જ આજે ખજૂર ભાઈ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.

તેવામાં ખજૂર ભાઈએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે જે વીડિયો જોઈને અનેક લોકો ખૂબ ખુશ થયા છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે મહેસાણાના મેહુ ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની મદદ માટે ખજૂર ભાઈ પહોંચ્યા હતા ખજૂર ભાઈને મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષોથી વરસાદ આવવાને કારણે તેનું ઘર પડી ગયું હતું.

ગામના લોકો પણ આ વૃદ્ધ મહિલાનું મોં જોવા રાજી નહોતા તે તેને અપશુકન માનતા હતા. આ મહિલા પાસે ઘર ન હોવાને કારણે તે ખુલ્લામાં રહેવા માટે મજબૂર હતા. ગામના લોકો એવું માનતા હતા કે આ મહિલાનું મોં ના જોવું જોઈએ તેનું મોં જોવાથી આપણો દિવસ બગડી જાય છે. તે પનોતી છે તેથી તેનું ઘર પડી ગયું હતું લોકો તેવું માનતા હતા. આ વૃદ્ધ મહિલા રોજગામ લોકોનું આવું સાંભળી પોતાનું જીવન પસાર કરતા હતા. પરંતુ ખજૂર ભાઈને પોતાની મદદ માટે આવતા જોઈ આ મહિલા ખૂબ જ ખુશ થઈ હતી તથા ખજૂરભાઈ પાસે પોતાના આંસુ વહાવ્યા હતા. માજી પાસે થોડા કપડા તથા વાસણ સિવાય કઈ હતું નહીં. ખજૂર ભાઈએ માજી ને પૂછ્યું કે આ ખુલ્લામાં રહેવું અને ગામ લોકોનું આવું સાંભળવું તમને કેમ ગમે છે ત્યારે માજી એ કહ્યું કે આ કરતા તો મરવું સારું.

ખજૂર ભાઈ ને વધુ જાણવા મળ્યું કે આ માજીનો એક પગ અને હાથ સરખી રીતે કાર્ય કરતો નથી તેથી તેને અને કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે પરંતુ માજી દરેક કાર્યો કરી રહ્યા છે. ઠંડી તડકો ચોમાસુ તમામ ઋતુનો સામનો આ માજી ને કરવો પડતો હતો ત્યારબાદ ચોમાસામાં પાણી ભરાઈ જવાને કારણે આ માજીને અનેક જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા. ત્યારબાદ ખજૂર ભાઈ આ માજી નું ઘર બનાવવાનું વિચાર્યું હતું. તેથી તેની ટીમ પણ માજીનું ઘર બનાવવામાં લાગી પડી હતી. ખજૂર ભાઈ અત્યાર સુધી અનેક લોકોના ઘર બનાવી તેના જીવનમાં એક નવો રંગ તથા ઉમંગ ઉમેરી દીધો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *