લોક સેવક ખજૂર ભાઈએ ચાર ધામની યાત્રા કરવાની ના પાડી જાણો શું છે કારણ
થોડા સમય પહેલા જ ભારતમાં આવેલા પવિત્ર ધામ એટલે કે કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર ખુલતા ને સાથે જ ભક્તોની આતુરતાનો અંત આવ્યો હતો સાથે સાથે ચારધામની યાત્રાનો પ્રારંભ થયો હતો. પરંતુ આ માહોલ વચ્ચે ગુજરાતના લોક સેવક ખજૂર ભાઈએ એક મહિના માટે ચારધામની યાત્રા ન કરવા માટે સૂચવ્યું છે. ખજૂર ભાઈ હાલમાં અમેરિકાના પ્રવાસ પર હોવા છતાં ભારતીય લોકોની ચિંતા કરે છે આ જ વાતથી ખજૂર ભાઈ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. પરંતુ એક મહિના માટે યાત્રા શા માટે ન કરવા સૂચવ્યું ચાલો આપને જણાવીએ.
ખજૂર ભાઈએ કહ્યું હતું કે અનેક ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓ ચારધામની યાત્રા કરતા હોય છે. પરંતુ શરૂઆતમાં વધારે ભીડ હોવાથી હોટલ, પરિવહન ના સાધનો ખૂબ મોંઘા હોય છે. આ સાથે ખજૂર ભાઈએ કહ્યું હતું કે વાત પૈસાની નથી પરંતુ વ્યવસ્થાની છે કારણકે ચારધામ યાત્રામાં કોઈપણ જાતની વ્યવસ્થા જોવા મળે નથી જેથી અનેક લોકોને ભારે મુશ્કેલીને સામનો કરવો પડે છે.
તમામ કારણોથી ચારધામની યાત્રા એક મહિના બાદ કરવાનું વિચારવું જોઈએ. ચારધામની યાત્રામાં પ્રથમ દિવસથી જ ભારેભીર જોવા મળે છે જેને કારણે અનેક દુર્ઘટના સામે આવી છે. ખજૂર ભાઈએ વિદેશમાંથી દરેક ભારતીય લોકો માટે ચિંતા વ્યક્ત કરી હતી તથા સૂચન દ્વારા દરેક લોકોને સાવધાન કર્યા હતા.
ખજૂર ભાઈ વિદેશમાં રહીને પણ ભારતના લોકોની સતત ચિંતા કરતા રહે છે ખજૂર ભાઈ નો આ ભાવ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો લાઈક અને કોમેન્ટ દ્વારા આ વીડિયોમાં ખજૂર ભાઈની વાતથી સહમતિ દર્શાવી હતી સાથે સાથે લોકોએ પણ ખજૂર ભાઈ ની વાત માની અન્ય લોકોની યાત્રા ન કરવાનું કહ્યું હતું.