ખજૂરભાઈના પત્ની મીનાક્ષી દવેએ ફરીવાર જીત્યા લોકોના દિલ, કાળઝાળ ગરમીમાં વાનરોની કરી અનોખી સેવા જુઓ વાયરલ તસ્વીરો
આપ સૌ લોકો જાણો છો કે ગુજરાતના લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ હંમેશા સેવાના કાર્યો સાથે જોડાયેલા રહે છે તેણે અનેક ગરીબોની મદદ કરી લાખો લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આજે ખજૂર ભાઈ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેવા કાર્ય પ્રત્યે ડંકો વગાડી રહ્યા છે. આ સાથે સાથે તેમના પત્ની મીનાક્ષીબેન પણ ખજૂર ભાઈને હંમેશા સેવાના કાર્યમાં સાથ સહકાર આપે છે.

હાલમાં ખજૂર ભાઈ પોતાના અમેરિકાના પ્રવાસની મજા માણી રહ્યા છે પરંતુ તેમના પત્ની ભારતમાં રહીને પણ સેવા કરી લોકોના દિલ જીતી રહ્યા છે. મીનાક્ષી દવે હાલમાં પોતાના સાસુ અને પરિવારના સભ્યો સાથે આવી કાળજાળ ગરમીમાં વાનરોને ભોજન કરાવ્યું હતું. થોડા સમય પહેલા ખજૂર ભાઈ અને તેમના પત્ની હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે વાનરોને ભોજનની સેવા આપી હતી. ત્યારબાદ હવે ફરીવાર મીનાક્ષી દવે પોતાના પરિવાર સાથે વાનરોને ભોજન કરાવી લોકોના દિલ જીતી લીધા છે. આ કાળજાળ ગરમીમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે જંગલમાં રહેતા વાનરોને પાણી અને ખોરાકને સુવિધા મળતી નથી.

આવા સમયમાં મીનાક્ષી દવે એ દરેક વાનરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી. મીનાક્ષી દવે પોતાના પરિવાર સાથે વાનરો માટે તરબૂચ, ટેટી,કેળા અને પપૈયા તેમજ મિનરલ વોટર લઈને જંગલમાં પહોંચ્યા. વાનરો પણ આ તમામ વસ્તુ જોઈએ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ખરેખર ખજૂર ભાઈની ભારતમાં ગેરહાજરી હોવા છતાં પણ તેમના પત્ની સેવાનું કાર્ય ખૂબ જ સરસ રીતે સંભાળી રહ્યા છે જે તમામ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

આ કાર્યોને કારણે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અનેક લોકો આ જોડીને રામ સીતા અને રાધાકૃષ્ણ ની જોડી તરીકે ઓળખી રહ્યા છે. આ વિડીયો શેર કરતા મીનાક્ષી દવે લખ્યું હતું કે મારું સૌથી મનગમતું કામ આ વાત પરથી અંદાજો લગાવી શકાય કે મીનાક્ષી દવેને સેવાનું કાર્ય કરવું ખૂબ જ પસંદ આવે છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ખજૂર ભાઈ હનુમાનજી પ્રત્યે અતૂટ આસ્થાને શ્રદ્ધા ધરાવે છે આ કારણથી જ તેમને એક ગામમાં હનુમાનજીનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું ત્યારે હનુમાનજીનું રૂપ ગણાતા વાનરોને ભોજન કરાવી મીનાક્ષી દવે આજે લાખો લોકોના દિલ જીતી લીધા છે આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં પાંચ લાખ કરતા વધારે લોકોએ લાયક અને કોમેન્ટ કરી ખજૂરભાઈ અને તેમના પત્નીને આશીર્વાદ આપ્યા હતા આ સાથે સાથે સેવા કાર્યના પણ ખૂબ વખાણ કર્યા હતા.