આ તો સુંદરતાની તમામ હદો પાર કરી નાખી!! કિંજલ દવેએ રેડ ગાઉનમાં કરાવ્યું ખૂબ જ આકર્ષક ફોટોશૂટ ચાહકો પણ જોતા જ બોલી ઉઠ્યા કે….
આજે કોઈ ભાગ્યે જ એવું હશે કે જે ગુજરાતી સંગીતકાર કિંજલ દવેને નહીં ઓળખતા હોય કિંજલ દવે આજે ગુજરાતી લોકસંગીતને સમગ્ર દુનિયામાં એક અલગ નામના અપાવી છે. ખૂબ જ નાના પરિવારમાંથી અનેક સંઘર્ષ ને પાર કરી કિંજલ દવે એ આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. કિંજલ દવેના કાર્યક્રમો દેશ-વિદેશમાં અનેક વાર થતા જોવા મળે છે. જેમાં તેને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

કિંજલ દવેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે કિંજલ દવે ને હંમેશા ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપે છે કિંજલ દવે પણ પોતાના ચાહકો સાથે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોડાયેલી રહે છે એ અવારનવાર અનેક પોસ્ટ તથા તસવીરો પોતાના એકાઉન્ટમાં શેર કરતી હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.

કિંજલ દવે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિંજલ દવે રેડ કલરના ગાઉનમાં ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં લાગી રહી છે.આ સાથે તેમણે આપેલા પોઝ પણ લોકો ને ખૂબ જ ગમ્યા હતા. તેમણે આ પોસ્ટ પર તિતલી દિલ ઉડા નામનું સોંગ પણ પોસ્ટ કર્યું હતું. લોકોને આ સોંગ ખૂબ જ પસંદ આવ્યું હતું.

આ તસવીર વાયરલ થતા ની સાથે જ તેમના ચાહકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા પોસ્ટના ખૂબ જ વખાણ કર્યા હતા કિંજલ દવે એક સિંગરની સાથે સાથે મોડલ પણ લોકોની વચ્ચે બની છે જેની તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવે છે. કિંજલ દવેને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. કિંજલ દવે અનેક આલ્બમ સોંગ તથા આરતીની પણ રચના કરી છે જે અનેકવાર આપણને સાંભળવા મળે છે તથા નવરાત્રીમાં કિંજલ દવે ના ગરબા પણ ખૂબ જ ધૂમ મચાવતા હોય છે હાલમાં તો તેમની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.