પવન જોશી સાથે સગાઈ તૂટવાની ખુશીમાં કિંજલ દવેએ કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે… જુઓ વાયરલ વિડિયો…
ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવે ને સૌ કોઈ જાણતા હશો. કિંજલ દવેના ચાહકો ગુજરાત ભરમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં છે. મિત્રો તમને એ પણ ખબર હશે થોડા દિવસો પહેલા જ કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટી છે. પાંચ વર્ષ પહેલા થયેલી સગાઈ અચાનક જ તૂટતાં કિંજલ દવેના ચાહકોને ઝટકો લાગ્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર કિંજલ દવે ખૂબ જ ચર્ચામાં છે. જ્યાં જુઓ ત્યાં લોકો તેની જ વાતો કરી રહ્યા છે.

પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની ઘણી તસવીરો સામે આવી છે. ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે. ત્યારે હાલ કિંજલ દવેનો એક વિડીયો સામે આવ્યો છે અને ખૂબ જ વાયરલ થયો છે.
વીડિયો જોઈને લાગી રહ્યું છે કે સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને એક અનોખા અંદાજમાં ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહી છે. કિંજલ દવેના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કિંજલ દવેએ બ્લુ કલરના કપડા પહેરેલા છે. ત્યાર પછી કિંજલ દવે એક અનોખા અંદાજમાં ધમાકેદાર ડાન્સ કરે છે. હાલ તેનો વિડીયો ચારે બાજુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપી રહ્યા છે અને અમુક લોકો ન બોલવાની વાતો પણ બોલી રહ્યા છે. આપેલા પણ કિંજલ દવેનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા પહોંચી હતી.
ત્યારે કિંજલ દવે ગરબા રમતા રમતા મહાકાળી ના દર્શન કરવા ગઈ હતી. જે વિડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે. કિંજલ દવેની સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશી ની બહેનનું માનવામાં આવે છે. મિત્રો તમને જણાવી દે કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. પવન જોશી ની બહેન કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની સગાઈ પણ તૂટી ગઈ.