ફાધર્સ ડે પર કિંજલ દવે એ પોતાના પિતાને આપી લક્ઝરીયસ મોંઘી કારની ગિફ્ટ, પિતા એ તસવીરો શેર કરતા એવું લખ્યું કે તમે પણ રડી પડશો
કિંજલ દવે આજે સંગીત સાથે સાથે પોતાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરે છે. કિંજલ દવેના ચાહકોને પણ તેમનો પરિવાર ખૂબ જ પસંદ આવે છે.તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે.જેમાં ચાહકો તરફથી ખુબ લાઈક અને કોમેન્ટ જોવા મળે છે.

16 જૂન 2024 ફાધર્સ ડે નિમિત્તે કિંજલ દવે એ પોતાના પિતાને શાનદાર લક્ઝરીયસ મોંઘી કાર ભેટ માં આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે દીકરી એ પોતાના પિતાને ભેટ આપવાની સાથે જ લલિત દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી હતી જે જોઈને તમામ ચાહકોની આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

આ તસવીરો શેર કરતા કિંજલ દવે ના પિતા લલિત દવે લખ્યું હતું કે જોકે જેણે જન્મ લઈને હૃદયની લાગણી ને પ્રેમ સિવાય ક્યારેય કોઈ વસ્તુની માંગણીયો કે પછી જીદ મારી જોડે નથી કરી પણ એક સમય જેમની નાની મોટી ખુશીયો અને સપના પુરા કરવા હું સતત સમય સાથે જજુમતો રહ્યો જીવનમાં ખૂબ સંગ્રશ ને ઘણા પડકાર વચ્ચે 12 વરસની ઉંમરથી શરૂ થયેલી મારી એક જવાબદારીયો ભરેલી જિંદગી, ખેતી, હીરા, હોટલ, સિલાઈ કામ ને ઘણી બધી જગ્યાએ ભાગ્ય અજમાવ્યા બાદ સાથ આપ્યો હતો.

જેના જન્મથી જીવનમાં જાણે ટ્રેનિંગ પોઇન્ટ ચાલુ થયો હોય તેમ સંગીત મૂળ મારો શોખ ભજન સત્સંગ અને નાના મોટા કાર્યક્રમ કઈ મળે ના મળે બસ સ્ટેજ ઉપર બેસવા કે થોડું ગાવા મળે એમાં એની જીદ મારે આવવું એક ગીત ગાવા દો અને બસ સાયકલથી શરૂ થયેલી મારી ને કિંજલ ની આ સંગીતની સફરમાં મારી સાથે ખભેથી ખભો મિલાવીને સતત રાત દિવસ ઠંડી ગરમી વરસાદ ભણતરની સાથે ઉજાગરા જોયા વગર મને પ્રેમ આપ્યો.

આજે વિશ્વ લેવલે તેનું તો ખરા પણ મારૂ ને મારા ગામનું નામ ગુંજતું કર્યું છે અને અત્યારે તેનો સાથ જવાબદારિયો ખૂબ ખંત સાથે નિભાવે છે એવો મારો દીકરો આકાશને મારી દીકરી મને ખબર નહોતી કે હું જેમની ઘણી નાની ઈચ્છાઓને પુરી નથી કરી શક્યો એ એક દિવસ મારી કોઈ ઈચ્છા અધુરી નહિ રહેવા દે ને મારી આટલી મોટી આશાઓઆમ અચાનક સપ્રાઇજ આપીને પુરી કરશે ધન્ય છે
મારા કાળજાના કટકા આજે મારી જોડે શબ્દો નથી કે મારી માં ચેહરનો અને તમારો બે નો આભાર કઈ રીતે વ્યક્ત કરૂં ખમ્મા મારા જીવ કિંજું ને આકુ. માં ચેહર તમારી બધી મનોકામના પુરી કરે એવી આશા પ્રાર્થના સાથે આશીર્વાદ મારા બે વાઘ જેવા લાડકા દીકરા love you જય ચેહર સરકાર જેસંગપુરા. આમ કહી પોતાની દીકરી કિંજલ દવે ને આશીર્વાદ આપ્યા હતા અને તેમના પર અતૂટ અને અખૂટ પ્રેમ વસાવ્યો હતો.
ખરેખર એક પિતા માટે દીકરીનો પ્રેમ ખૂબ જ નિસ્વાર્થ હોય છે આ પ્રેમની તોલે કોઈ પણ આવી શકતું નથી ફાધર્સ ડે પર પિતાને આવી સરપ્રાઈઝ આપી કિંજલ દવે લોકોના દિલ જીતી લીધા હતા. એની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કિંજલ દવે પણ પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે આ સફળતા પાછળ તેમના પિતાએ કિંજલ દવેને ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપ્યો છે આ કારણથી જ હવે કિંજલ દવે પોતાના પિતાના દરેક સપના પૂરા કરવા માટે હંમેશા તત્પર રહે છે ખરેખર આવી દીકરી હોવી એ દરેક પિતા માટે ખૂબ જ નસીબની વાત છે.