ગામડાના વાતાવરણમાં કિંજલ દવેની તસ્વીરો આવી સામે, પોતાના પિતા સાથે ગાય માતાની પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા વાયરલ તસવીરો જોઈ તમારું દિલ ખુશ થઈ જશે
ગુજરાતની સંગીતકાર કિંજલ દવે આજે પોતાના સંગીતથી માત્ર ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઊભી કરી છે આજે કિંજલ દવેના કાર્યક્રમમાં માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે કિંજલ દવેના આજે ખૂબ મોટી સંખ્યામાં ચાહકો છે જે તેમને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર આપે છે. કિંજલ દવે માત્ર સંગીત ક્ષેત્રને પરંતુ સેવા કાર્યમાં પણ સતત આગળ રહે છે.
આટલી મોટી નામના મેળવી હોવા છતાં પણ કિંજલ દવે પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલી નથી આ સાથે તેમના પરિવારોમાં પણ ખૂબ સારા સંસ્કારો કિંજલ દવેને પ્રાપ્ત થયા છે તેથી તે અવારનવાર અનેક ધર્મ સેવા સંસ્કાર અને સંસ્કૃતિના કાર્યો કરતી હોય છે હાલમાં કિંજલ દવે શેર કરેલી તસવીરોએ ચાહકોના દિલ જીતી લીધા હતા. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિંજલ દવે ગામડાના પ્રાકૃતિક વાતાવરણમાં ખૂબ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.
આ સાથે તસવીરોમાં બ્રેક ગ્રાઉંડ નજારો પણ લોકોના દિલ જીતી લે તેવો હતો. સન સેટ ને કુદરતી પ્રાકૃતિક વાતાવરણમાં કિંજલ દવેની તસવીરો ખૂબ જ સુંદર લાગી રહી હતી. બાદ બીજી તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિંજલ દવે પોતાના પિતા સાથે ગાય માતાની પૂજા કરી રહી છે કારણ કે આપ સૌ લોકો જાણો છો કે ગાયમાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે આ કારણથી કિંજલ દવે એ પોતાના પિતા સાથે ગાય માતાની પૂજા કરી હતી.
કિંજલ દવે અને તેના પિતાએ ગાય માતાને માથામાં તિલક લગાવી ગોળ ખવડાવ્યો હતો આ બાદ ગાય માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. કિંજલ દવે અને તેમનો પરિવાર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે હંમેશા જોડાયેલો રહે છે થોડા સમય પહેલા ચૈત્રી નવરાત્રીના પાવન પ્રસંગ નિમિત્તે કિંજલ દવેના સમગ્ર પરિવાર દ્વારા તેમના ઘરે મહાપૂજા નું આયોજન થયું હતું જેમાં તેમને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો.
કિંજલ દવેની આ તસવીરોમાં અત્યાર સુધી 75 હજારથી વધારે લાઇક મળી ચૂકી છે આ સાથે કોમેન્ટ દ્વારા લોકોએ કિંજલ દવેના આ કાર્યના મન ભરી ને વખાણ કર્યા હતા સાથે સાથે કિંજલ દવેના આવનારા કાર્યક્રમ માટે પણ શુભેચ્છા પાઠવી હતી કિંજલ દવે હવે ટૂંક સમયમાં વિદેશની ધરતીમાં પણ કાર્યક્રમ કરવા જઈ રહી છે પરંતુ હાલમાં તો આ તસવીરોએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા.