ચણીયા ચોળીમાં સ્વર્ગની પરી લાગે છે ગુજરાતી સિંગર કિંજલ દવે, વિદેશની ધરતીમાં કરાવ્યું ભારતીય પરંપરાગત રીતે આકર્ષક ફોટોશૂટ

ગુજરાતી સિંગર કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયામાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પહોંચી હતી જ્યાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતવાસીઓએ કિંજલ દવેનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું આજે કિંજલ દવે સંગીત ક્ષેત્રની દુનિયામાં માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે આ કલાકારોને કારણે જ આજે ગુજરાતી લોકસંગીત તથા રાસ ગરબા ની સંસ્કૃતિ વિશ્વના ખૂણે ખૂણે પહોંચવામાં ખૂબ જ સફળ રહી છે.

આવનારા સમયમાં કિંજલ દવે ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાં રાસ ગરબા ની ધૂમ મચાવશે તથા વિશ્વના અન્ય દેશોમાં પણ ઉપસ્થિત રહેશે આ પહેલા તેણે એરપોર્ટ પરથી તસવીરો શેર કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે હવે તેઓ વર્લ્ડ ટૂર પર જઈ રહ્યા છે ત્યારબાદ તેઓએ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ તેમના ચાહકો ને જણાવ્યું હતું કે હાલમાં તેઓ વિદેશના અલગ અલગ દેશોમાં રાસ ગરબાની ધૂમ મચાવશે ત્યારબાદ ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં તમામ ગુજરાતવાસીઓને પોતાના ગીતોથી જુમાવવા માટે તૈયાર છે.

પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા કિંજલ દવે અનંત રાધિકાના લગ્નમાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં સમગ્ર અંબાણી પરિવાર સહિત બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટીને પણ પોતાના સંગીતના તાલે ગરબાની રમઝટ સમાવી હતી અંબાણી પરિવાર કિંજલ દવેના તમામ ગીતોને ખૂબ જ પસંદ કરે છે આ કારણથી જ તેમને રાસ ગરબા ના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આબાદ તમામ ગુજરાતવાસી તથા સમગ્ર અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ રિસેપ્શન પાર્ટીમાં પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કિંજલ દવે મુલાકાત કરી હતી આજના સમયમાં કિંજલ દવેનું સંગીત અને તેમના ગીતો દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

માત્ર એટલું જ નહીં પરંતુ દેશ-વિદેશમાં કિંજલ દવેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે આ કારણથી જ આજે વિદેશની ધરતીમાં પણ કિંજલ દવેના રાસ ગરબા ના કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં કિંજલ દવે ખૂબ જ સટાઈલિસ્ટ આઉટપુટમાં ફોટોશૂટ કરાવ્યું હતું તથા આસપાસના રાત્રિનો સુંદર નજારો પણ કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ બાદ તેમણે ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં ફોટોશોટ કરાવ્યું હતું જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

વિદેશની ધરતીમાં હોવા છતાં પણ કિંજલ દવે આજે પણ ભારતીય સં


સ્કૃતિ સંસ્કારો અને સભ્યતાના પહેરવેશ ક્યારે ભૂલી નથી તેઓ દરેક કાર્યક્રમમાં ભારતીય પરંપરાગત પોશાકમાં જ જોવા મળે છે આ જ વાતથી કિંજલ દવે દરેક ચાહકોના દિલ જીતી રહે છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો તે જાણે સ્વર્ગની રૂપસુંદરી હોય તેવી રીતે કિંજલ દવે અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપી ચણિયાચોળીમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

આ તમામ તસવીરોને અત્યાર સુધી 58000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ કિંજલ દવેની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા આજે કિંજલ દવે સુંદરતામાં બોલીવુડની અભિનેત્રીને પણ પાછી પાડે છે તથા તેને ઘણા લોકો ગુજરાતની પરી તરીકે પણ ઓળખે છે કિંજલ દવે દિવસેને દિવસે પોતાની સુંદરતામાં વધારો કરે છે આ બાદ તેને તસ્વીરો શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે ગુડ મોર્નિંગ આ તસવીરો સાથે જ તમામ લોકોની સવાર ખૂબસૂરત બનાવી દીધી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *