ગુજરાતી સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે પહોંચ્યા અબુધાબીના પ્રવાસે, જુઓ વાયરલ તસવીરો
હાલમાં ગુજરાતના અનેક કલાકારો પોતાના વિદેશ પ્રવાસની મજા માણી રહ્યા છે. ઘણા કલાકારો પોતાના લોક ડાયરા અને રાસ ગરબા માટે વિદેશ પ્રવાસ માટે પહોંચ્યા છે તો ઘણા કલાકારો પોતાના પરિવાર સાથે વિદેશમાં સમય વિતાવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે અબુધાબી ના પ્રવાસે જોવા મળ્યા હતા.
અબુધાબીમાં 26 જૂન 2024 થી 30 જૂન 2024 અબુધાબીમાં રહેતા તુષારભાઈ પટણી દ્વારા ભવ્ય હરિ કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કિર્તીદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કથાનું રસપાન પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય પુંડરિક ગોસ્વામી પોતાના મુખેથી અબુધાબી ની ધરતીમાં હરી કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.
આ હરિ કથામાં કિર્તીદાન ગઢવી ના પત્ની અને પોતાના બાળકોએ વિશેષ હાજરી આપી હરિ કથાનું લાભ લીધો હતો તથા પૂજ્ય વક્તા મહોદયના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ કથામાં હાજરી આપ્યા બાદ કિર્તીદાન ગઢવી નો સમગ્ર પરિવાર અબુધાબી ના અલગ અલગ સ્થળે ફરવા માટે નીકળ્યો હતો.જેમાં એણે અબુધાબી ના પ્રખ્યાત થીમ પાર્ક ફેરારી વર્લ્ડમાં આનંદની પળ માણી હતી. આ સાથે કિર્તીદાન ગઢવી તેમના પત્ની અને બાળકોએ અલગ અલગ રાઈડ્સની પણ મજા માંણી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરોના કેપ્શન માં કિર્તીદાન ગઢવીએ લખ્યું હતું કે અબુ ધાબીમાં ફેરારી વર્લ્ડ ખાતે અદ્ભુત દિવસ પસાર કર્યો, પરિવાર સાથે કેટલીક શાનદાર પળો આ તસવીરો જોતા ની સાથે જ તમને પણ થોડીવાર માટે અબુધાબીમાં આનંદ માણવાનું મન થઈ જશે. આ તમામ તસવીરોમાં કિર્તીદાન ગઢવી ને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. અબુધાબીમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે જેમાં દેશ-વિદેશના લોકો મુલાકાત લેવા માટે અવારનવાર આવતા હોય છે તેમાં પણ ઉનાળા વેકેશનના સમયમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં મજા માણવા માટે આવે છે તેમાં આ વખતે કિર્તીદાન ગઢવી નો સમગ્ર પરિવાર પણ સામેલ થયો હતો.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવી પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે તેમની સફળતા પાછળ પરિવારના દરેક સભ્યોનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ રહેલો હોય છે આ કારણથી જ કિર્તીદાન ગઢવી પોતાના લોક ડાયરા માંથી સમય કાઢીને પોતાના પરિવાર સાથે અલગ અલગ સ્થળોના પ્રવાસની મજા માણતા હોય છે. આ કારણથી જ હાલમાં કિર્તીદાન ગઢવી હરિ કથામાં હાજરી આપ્યા બાદ પોતાના પરિવાર સાથે અબુધાબીના અલગ અલગ સ્થળ તથા થીમ પાર્ક ની મજા માણી હતી.હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.