ગુજરાતી સંગીતકાર કિર્તીદાન ગઢવીએ નાઈરોબીમાં પોતાના સમગ્ર પરિવાર સાથે ખુલ્લા આકાશમાં કુદરતી વાતાવરણ વચ્ચે હેલિકોપ્ટર સવારી ની મજા માણી, જુઓ વાયરલ વિડિયો
ગુજરાતના લોકપ્રિય સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે હાલમાં આફ્રિકાના દેશના પ્રવાસ પર છે. કિર્તીદાન ગઢવી હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પરિવાર સાથે હેલિકોપ્ટર સવારીની મજા માણતો વિડિયો શેર કર્યો હતો જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આ પહેલા પણ કિર્તીદાન ગઢવી જંગલની મુલાકાત લીધી હતી જેમાં પરિવાર સાથે આનંદદાયક પળો વિતાવી હતી. આ વીડિયોમાં કિર્તીદાન ગઢવી અને તેમની પત્ની નીતા ગઢવી સાથે પુત્ર રણદેવ ગઢવી નાઇરોબીમાં ખુલ્લા આકાશમાં હેલિકોપ્ટર સવારી ની મજા માણતા જોઈ શકાય છે આસપાસનું દ્રશ્ય પણ ખૂબ જ મનમોહક અને સુંદર લાગી રહ્યું છે.
હેલિકોપ્ટરમાં સવાર ગઢવી પરિવાર આકાશના ખુલ્લા નજારા ને ખૂબ જ નજીકથી જોઈ આનંદ માણતો જોવા મળી રહ્યો છે આ સાથે જ નીચેનું કુદરતી વાતાવરણ અને પ્રાકૃતિક સૌંદર્ય ચારે કળાએ ખીલી ઉઠ્યું છે. કિર્તીદાન ગઢવીના ચાહકોએ કોમેન્ટ ના માધ્યમથી આ વીડિયોને ખૂબ જ વખાણ કર્યા છે એક વ્યક્તિએ લખ્યું હતું કે ખરેખર કિર્તીદાન ગઢવી ગુજરાતના શ્રેષ્ઠ કલાકાર છે જે આજે વિદેશમાં પણ લોકસંગીતની કળાને ફેલાવી રહ્યા છે અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે આ પરિવાર માટે જે સમય આપી રહ્યા છો તે ખરેખર ખૂબ જ યોગ્ય વાત છે તો એક વ્યક્તિએ કહ્યું હતું કે અમારે પણ એકવાર જીવનમાં હેલિકોપ્ટરની મુસાફરી જરૂરથી કરવી છે તમે ખરેખર ખૂબ જ નસીબદાર છો.
આ કોમેન્ટ પરથી અંદાજો લગાવી શકાય કે કિર્તીદાન ગઢવીના ચાહકો તેમને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપે છે આ કારણથી તેમના દરેક લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં તેમના ચાહકો જોવા મળે છે તેમને વિદેશોની ધરતીમાં પણ અનેક લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી છે
જ્યાં વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં કિર્તીદાન ગઢવી ના તાલે ગરબા ની રમઝટ રમવા માટે ભેગા થતા હોય છે. માત્ર એટલું જ નહીં પરંતુ આટલા મોટા પદ પર સંગીત ક્ષેત્રમાં સફળ હોવા છતાં પણ પોતાના પરિવાર સાથે હંમેશા સમય વિતાવે છે અને દેશ વિદેશની મુલાકાત અવારનવાર લેતા હોય છે.
થોડા સમય પહેલા જ કિર્તીદાન ગઢવીએ સમગ્ર પરિવાર સાથે અબુધાબીની મુલાકાત લીધી હતી જે આયોજિત થયેલી કથામાં હાજરી આપ્યા બાદ તેઓ પોતાના પરિવાર સાથે અબુધાબીના અલગ અલગ સ્થળો પર જોવા મળ્યા હતા આ સાથે જ તેણે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા ની પણ મુલાકાત લીધી હતી. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી પરંતુ હાલમાં તો આ હેલિકોપ્ટરની સવારી કિર્તીદાન ગઢવીના સમગ્ર પરિવાર સહિત ચાહકો માટે પણ ખૂબ જ ખાસ અને યાદગાર બની હતી આ તસવીરો અને વીડિયોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે.