કિર્તીદાન ગઢવી પોતાના પ્રિય ખાસ મિત્ર માયાભાઈ આહીર સાથે જઈ રહ્યા છે આ દેશના પ્રવાસે, એરપોર્ટ પરથી શેર કરી તસવીરો
ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી ત્યારબાદ ગંગા નદીના કિનારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન સંધ્યાનો લાભ લીધો હતો હરિદ્વારના પ્રવાસ બાદ કિર્તીદાન ગઢવી ભગૂડા મા મોગલ ના પાટોત્સવમાં લોક ડાયરામાં હાજરી આપી હતી આ પાટોત્સવ પૂર્ણ થયા બાદ કિર્તીદાન ગઢવી હવે હાસ્ય કલાકાર માયાભાઈ આહીર સાથે વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી પોતાના પરમ સ્નેહી મિત્ર માયાભાઈ આહીર સાથે ઓસ્ટ્રેલિયા ના વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે કિર્તીદાન ગઢવી આ તસવીરો એરપોર્ટ પરથી શેર કરી હતી જેમાં કિર્તીદાન ગઢવી બ્લુ ટી શર્ટ અને રેડ પેન્ટમાં જોવા મળી રહ્યા છે કીર્તિદાન ગઢવી હવે ઓસ્ટ્રેલિયાવાસીઓને લોક ડાયરામાં મોજ કરાવવા માટે જઈ રહ્યા છે. આ સાથે સાથે બીજી તસ્વીરમાં કિર્તીદાન ગઢવી પોતાના મિત્ર માયાભાઈ આહીર સાથે સેલ્ફી લેતા જોવા મળે છે આ બાદ બંને લોકોએ સંગીત સાથે પ્લેનમાં ઘણો સમય પસાર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ધરતીમાં કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર ઉપસ્થિત રહી લોક ડાયરા ની રમઝટ જમાવશે આ પ્રસંગ માટે ઓસ્ટ્રેલિયા વાસીઓએ પણ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. આજના સમયમાં ભારતીય સંસ્કૃતિ અને તેમના સંગીતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે કિર્તીદાન ગઢવીએ તસવીરના કેપ્શન માં લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ડાયરો દાંડિયા ટુર આમ કહી ઓસ્ટ્રેલિયા પ્રવાસની જાહેરાત કરી હતી.

પરંતુ હજુ સુધી કેટલો સમય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રહે તેની કિર્તીદાન ગઢવીએ જાહેરાત કરી નથી પરંતુ લાંબો સમય રહી શકે તેવી શક્યતા છે તમામ લોકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયાની સફર માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે જય મોગલ જય માતાજી નું જય દ્વારકાધીશ પણ લોકોએ કહી આશીર્વાદ આપ્યા હતા. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

