સુરતમાં યોજાયેલા લોક ડાયરામાં કિર્તીદાન ગઢવીએ પોતાના મધુર અવાજ થી તમામ સુરતીઓને મન મૂકીને નચાવ્યા જુઓ વાયરલ તસવીરો
કિર્તીદાન ગઢવી એ આજના સમયમાં લોક સાહિત્ય અને લોકસંગીતને એક વિશેષ સ્થાન અપાવ્યું છે. કિર્તીદાન ગઢવીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તેના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે કિર્તીદાન ગઢવી આજના સમયમાં તેના સુરથી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે કિર્તીદાન ગઢવીના અનેક કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં તેના સૂરને સાંભળવા માટે ચાહકો આવે છે. તથા કિર્તીદાન ઉપર પૈસાનો વરસાદ પણ ઘણા કાર્યક્રમમાં જોવા મળે છે. કિર્તીદાન ગઢવી આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષ કર્યા છે તેથી જ આજે તેઓ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.
કિર્તીદાન ગઢવી ને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. કિર્તીદાન ગઢવી ના અનેક પ્રોગ્રામો વિદેશની ધરતી પર પણ આયોજન કરવામાં આવે છે. હાલમાં કિર્તીદાન ગઢવી નો કાર્યક્રમ ગુજરાતના સુરત શહેરમાં યોજાયો હતો આ કાર્યક્રમ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ ના જન્મદિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં કિર્તીદાન ગઢવીએ પોતાના સુરથી સૌને મોહિત કરી દીધા હતા.
કિર્તીદાન ગઢવી ના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સુરત ખાતે લોકો ભેગા થયા હતા. કિર્તીદાન ગઢવીનું ડાયરામાં સ્વાગત ફૂલો તથા ફટાકડા ફોડીને કરવામાં આવ્યું હતું. કિર્તીદાન ગઢવીએ તમામ સુરત વાસીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
આ બાદ કિર્તીદાન ગઢવી લાલ લાલ પાઘડી તથા અનેક લોકસંગીતો ગાય સૌને મોજ કરાવી દીધી હતી તથા આ કાર્યક્રમમાં લાલ પાઘડીનો પણ અનોખો માહોલ જોવા મળ્યો હતો. કિર્તીદાન ગઢવી ના સંગીતથી સૌ લોકો મન મૂકીને નાચ્યા હતા. સુરતવાસીઓએ પણ કિર્તીદાન ગઢવીના સૂરને વધાવ્યા હતા તથા કિર્તીદાન ગઢવી નો સંબંધ સુરત સાથે ખૂબ જ જૂનો રહ્યો છે તેથી જ અવારનવાર અનેક કાર્યક્રમો સુરતની ધરતી પર સુરતીઓ દ્વારા યોજવામાં આવે છે.
જેમાં કિર્તીદાન ગઢવી પોતાના સુરથી સૌને ખૂબ જ ખુશ કરી દે છે. હાલમાં તો સુરતમાં યોજાયેલા આ ડાયરાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી જેમાં અનેક લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી હતી તથા યુથ ફોર અધ્યક્ષ જીગ્નેશ પાટીલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પાઠવી હતી.