કિર્તીદાન ગઢવી એ જુનાગઢ ના લોક ડાયરામાં શિવ ભજનની ધૂમ મચાવી આ ડાયરામાં કિર્તીદાન ગઢવી અને તેના પુત્ર એ એવું કામ કર્યું કે…
આપણે સૌ લોકો જાણીએ છીએ કે મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે જૂનાગઢના ભવનાથમાં ભવ્ય મેળો લોક ડાયરો ભજન સંધ્યા ભોજન ભક્તિ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવ ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે યોજવામાં આવે છે તેમાં માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશના લોકો પણ આ અનોખા તહેવારનો લાભ લેવા માટે ભવનાથની તળેટીમાં આવતા હોય છે. તેમાં સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ડંકો વગાડનાર લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીએ મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભવ્ય લોક ડાયરા માં ઉપસ્થિત રહ્યા હતા.
તેમની સાથે સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ચાર દિવસ સુધી ભાવિક ભક્તો માટે ભજન ભોજન અને ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સાધુ સંતો મહંતો તથા દેશ વિદેશના મહેમાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી. જોકે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથમાં ખૂબ જ ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ લોક ડાયરો તથા ભજન ભક્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કિર્તીદાન ગઢવી પોતાના સુરથી સૌ લોકોને મોહિત તથા ઉત્સાહ્મણ બનાવી દીધા હતા.
આ લોક ડાયરામાં વિશેષ રીતે શિવભક્તિ તથા શિવ ભજનો જોવા તથા સાંભળવા મળ્યા હતા. તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેમાં જોવા મળી રહ્યું છે કીર્તિદાન ગઢવી પોતાના પુત્ર રાગ સાથે લોક ડાયરા નો આનંદ માણી રહ્યા છે તથા કિર્તીદાન ગઢવી પોતાના પુત્ર રાગને તેડી અન્ય કલાકારો પર પૈસાનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે સાથે તેમની પત્ની પણ આ વિશેષ લોક ડાયરામાં ઉપસ્થિત રહી હતી કિર્તીદાન ગઢવી નો પુત્ર રાગ પણ હંમેશા સંગીત સાથે જોડાયેલો રહે છે.
જેથી લોકો ઘણીવાર કહે છે કે રાગ એક કિર્તીદાન ગઢવી ની કોપી જ છે તે પણ આગળ જતાં એક ભવ્ય લોકસંગીતકાર તથા લોક નામના મેળવી શકે છે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક બાપ દીકરા નો પ્રેમ પણ લોકો સમક્ષ જોવા મળ્યો હતો. લોકોએ આ બાપ દીકરાની જોડીના ખૂબ જ વખાણ કર્યા હતા. આગળ જતા કિર્તીદાન ગઢવી અને તેમના પુત્ર રાગની જોડી ખૂબ જ જામી શકે છે કિર્તીદાન ગઢવી રાગને બાળપણથી જ ભજન ભક્તિ તથા લોક સેવાના સંસ્કારો સિંચી રહ્યા છે.
જેથી કરીને આગળ જતા રાગ પણ પોતાના પિતાનો વારસો જાળવી શકે તથા તેનું રક્ષણ કરી શકે કિર્તીદાન ગઢવી પોતાના પુત્ર રાગને ખૂબ જ પ્રેમ કરે છે. તેથી મહાશિવરાત્રીના ડાયરામાં બાપ દીકરાની આ જોડી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જુનાગઢના ભવનાથમાં આ કાર્યક્રમ તથા મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી તથા લોકો કોમેન્ટ દ્વારા હર હર મહાદેવના નાદ પણ કરી રહ્યા છે.