કિર્તીદાન ગઢવીએ તેના સમગ્ર પરિવાર સાથે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા માંથી શેર કરી ખાસ તસવીરો
હાલમાં ગુજરાતના સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે અબુધાબીના પ્રવાસની મજા માણી રહ્યા છે. આ પ્રવાસ વચ્ચે અબુધાબીમાં રહેતા તુષારભાઈ પટણી દ્વારા ભવ્ય હરિ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિર્તીદાન ગઢવી નો સમગ્ર પરિવાર વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યો હતો અને હરિ કથા નો લાભ લીધો હતો આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિને હંમેશા સાથે રાખે છે હરિ કથામાં લાભ લીધા બાદ કથાનું રસપાન કરાવી રહેલા પૂજ્ય વક્તા મહોદય પુંડરિક ગોસ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરી હરિ કથા સાંભળી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ કથામાં હાજરી આપ્યા બાદ કિર્તીદાન ગઢવી નો સમગ્ર પરિવાર અબુધાબીના અલગ અલગ સ્થળોએ મજા માણવા માટે પહોંચ્યો હતો જે આ તેમને થીમ પાર્ક ફેરારી વર્લ્ડની અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં કિર્તીદાન ગઢવી અને તેની પત્ની પોતાના બાળક સાથે મસ્તી મજા કરતા જોવા મળ્યા હતા. આ સાથે કિર્તીદાન ગઢવી અલગ અલગ રાઈડ્સની પણ મજા માણી હતી.

કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે અવારનવાર અનેક વિદેશના પ્રવાસની મુલાકાત લેતા હોય છે આથી કહી શકાય કે તે પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની દરેક સફળતા પાછળ પરિવારના તમામ સભ્યોને ખૂબ સહકાર અને પ્રેમ રહેલો હોય છે આ કારણથી જ આજે કિર્તીદાન ગઢવી સમગ્ર વિશ્વમાં લોકસંગીત અને લોકસાહિત્યનો ડંકો વગાડી રહ્યા છે જે આપણા તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. આ અબુધાબી નો પ્રવાસ પણ કિર્તીદાન ગઢવીના સમગ્ર પરિવાર માટે ખૂબ જ ખાસ રહ્યો હતો.

દરેક લોક ડાયરા અને રાસ ગરબાના કાર્યક્રમમાં પણ કિર્તીદાન ગઢવી સાથે તેમના પત્ની અને બાળકો હંમેશા હાજર રહે છે અને તેને પૂરતો સાથ સહકાર આપે છે. અબુધાબીમાં અનેક ફરવા લાયક સ્થળ છે. જ્યાં દર વર્ષે અનેક દેશ-વિદેશની મુલાકાતઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે તેવામાં આ વર્ષે કિર્તીદાન ગઢવી પણ પોતાના સમગ્ર પરિવાર સાથે અબુધાબીના અલગ અલગ સ્થળો પર મુલાકાત લઇ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ બાદ કિર્તીદાન ગઢવી દુબઈની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફામાં પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવી પોતાના બાળકને પત્ની સાથે સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફામાં મજા માણી રહ્યા છે આ બિલ્ડીંગ પરનો નજારો પણ તેમણે તસ્વીર દ્વારા શેર કર્યો હતો. તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવી ના દીકરાએ આંખ પર ટેટુ પણ કરાવ્યું હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

આ તસવીર ને અત્યાર સુધી 22,000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે કિર્તીદાન ગઢવીના તમામ ચાહકોએ અલગ અલગ કોમેન્ટ કરી તેમને પ્રેમ આપ્યો હતો એક વ્યક્તિ લખી રહ્યો છે કે જેવી રીતે બુર્જ ખલીફા ની ઊંચાઈ છે તેવી જ રીતે આપ પણ સંગીત ક્ષેત્રે આવી જ રીતે આગળ વધી રહ્યા છો તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે માતાજી આપને ખુબ સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે આવી અમારા વતી પ્રાર્થના સાથે એક ચાહકે લખ્યું હતું કે અબુધાબી નો પ્રવાસ આપના માટે શુભ બની રહ્યા અને જલ્દીથી ભારત પરત ફરો આવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીના ચાહકો તેમને વિશ્વના ખૂણે ખૂણે ખૂબ જ પ્રેમ કરે છે.