કિર્તીદાન ગઢવીએ પોતાના પુત્ર રાગ ગઢવી સાથે ગાડીમાં બેસી સમગ્ર ઉજ્જૈન મંદિર ની મુલાકાત લીધી વિડીયો દ્વારા પુત્ર રાગ ગઢવી એવું કહ્યું કે જુઓ સુંદર વિડિયો
હાલમાં ગુજરાતના અનેક કલાકારો મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. આજ કારણથી કહી શકાય કે ગુજરાતના અનેક કલાકારોએ ભારતની સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મ જાળવી રાખ્યો છે. થોડા સમય પહેલા ગુજરાતના સંગીતકાર અને લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી.
કિર્તીદાન ગઢવી ના સમગ્ર પરિવારે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મહાપૂજા અને મહા આરતી નો લાભ લીધો હતો આ મંદિરમાં તેઓ માથામાં તિલક લગાવી સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા જેની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં કિર્તીદાન ગઢવીના ચાહકો દ્વારા ખૂબ લાઈક અને કોમેન્ટ જોવા મળે છે.
આ મંદિરની મુલાકાત દરમિયાન કિર્તીદાન ગઢવી પોતાના પુત્ર સાથે ઉજ્જૈન મહાકાલ મંદિરના અનુભવ અને સ્મૃતિ વીડિયો દ્વારા શેર કરી હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવી અને તેના પુત્ર રાગ ગઢવી વીડિયોમાં કહી રહ્યા છે કે કાલ ઉસકા ક્યા બિગાડે જો ભક્ત હો મહાકાલ કા આ સાથે પિતા પુત્ર મહાકાલ ભગવાનનો જય જયકાર કરે છે.
કિર્તીદાન ગઢવીએ પોતાના પુત્રને બાળપણથી જ ખૂબ જ સારા સંસ્કારો આપ્યા છે. આબાદ કિર્તીદાન ગઢવી ના સમગ્ર પરિવારે ગાડીમાં બેસી ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી તથા આ મંદિરની સુંદરતાના નજીકથી દર્શન કર્યા હતા.
આ બાદ કિર્તીદાન ગઢવી ના સમગ્ર પરિવારનું પ્રખ્યાત શિવ કથાકાર ગીરીબાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ સાથે સાથે કિર્તીદાન ગઢવી ઉજ્જૈનની પાવનભૂમિ પર મહાકાલ ના સાનિધ્યમાં ડાયરાની રમઝટ જમાવી લોકોને શિવ ભક્તિમાં લીન કરી દીધા હતા. કિર્તીદાન ગઢવી ભગવાન મહાદેવ માં અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ જ કારણે તેઓ વેકેશનની રજા દરમિયાન પોતાના પરિવાર સાથે મહાકાલ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.