કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે બાલી અને ઇન્ડોનેશિયાના પ્રવાસે નીકળ્યા…જુઓ ખાસ તસવીરો અને વિડીયો

ગુજરાતના અનેક પ્રખ્યાત કલાકારો પોતાના પ્રવાસને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમને શેર કરેલી તસવીરો તેમના ચાહકો પાસેથી ખૂબ પ્રેમ મળતો હોય છે. તેઓ અનેક કમેન્ટ્સ કરીને તેમની કરેલી સફરને વધુ યાદગાર બનાવતા હોય છે. ત્યારે હાલમાં જ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં નામ રોશન કરનાર એવા શ્રી કિર્તીદાનભાઈ ગઢવી પોતાના પરિવાર સાથે ફરવા ગયા હતા. જોકે ઉનાળા વેકેશનની રજાઓ હોય પૂર્ણ થવા આવી છે.

પરંતુ ગુજરાતના કલાકારોની રજા હજુ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી હાલ બાલી ઈન્ડોનેશિયા પોતાના પરિવાર સાથે ખૂબ જ આનંદ માણી રહ્યા છે. તેમને સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કર્યો છે જેમાં લોકો અનેક કમેન્ટ્સ કરીને આ વીડિયોને વધાવી રહ્યા છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવી પોતાની પત્ની તથા પોતાના દીકરા રાગ સાથે આનંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં કિર્તીદાન ગઢવી નો પુત્ર રાગ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. કિર્તીદાન ગઢવીએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે જેના કારણે તેમને ચાહકો તરફથી સતત પ્રેમ મળતો રહે છે તેમના કારણે જ આજે કિર્તીદાન ગઢવી પોતાના સફળતાના પગથિયા ચડી રહ્યા છે.

કિર્તીદાન ગઢવી માત્ર ભારતની ભૂમિ પર જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ પોતાનો સુર રેલાવી ચૂક્યા છે તેમને વિદેશમાંથી પણ ખૂબ જ પ્રેમ મળતો રહ્યો છે ત્યાં પણ તેમના ચાહકોનો કોઈ પાર નથી. કિર્તીદાન ગઢવી એ કરેલા ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ચાહકો તેમના સુરને માણવા માટે આવે છે.

જેમાં માત્ર પૈસા જ નહીં પરંતુ ડોલર અને સોના ચાંદીનો પણ વરસાદ થાય છે. તેવા સમયમાં પોતાના પરિવાર સાથે સમય ફાળવવા માટે કિર્તીદાન ગઢવી ઇન્ડોનેશિયાનો પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. તેઓ તેમના પરિવાર સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *