કિર્તીદાન ગઢવીએ ઇન્ડિયન લેવલ શોમાં દ્વારકાધીશનું ભજન ગાય લોકોને મોજ કરાવી દીધી, કૈલાશ ખેરે પણ કર્યા ખૂબ વખાણ જુઓ વાયરલ તસવીરો
ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી આજે સંગીત ક્ષેત્રે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. કિર્તીદાન ગઢવી એ ડાયરાની દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરી ટીવી મ્યુઝિક શો ના સ્ટેજ સુધી પહોંચી ગયા છે. હાલમાં જ કિર્તીદાન ગઢવીને કૈલાશ ખેર દ્વારા આયોજિત એક રિલાયટી શોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. કીર્તિદાન ગઢવી એ આ શો માં દ્વારકાધીશ ના સુંદર ભજનથી લોકોને પોતાના સુરથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કિર્તીદાન ગઢવી ના આ ભજનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેમણે રાજભા ગઢવીનું ફેમસ ગીત દ્વારકાના દેવની વાત જ ન થાય ગાયું હતું. કિર્તીદાન ગઢવી નો સૂર સાંભળી કૈલાશ ખેરે પણ ખૂબ જ વખાણ કર્યા હતા સાથે સાથે તમામ શ્રોતાજનો પણ કિર્તીદાન ગઢવીનો સૂર સાંભળી ખુશ થઈ ગયા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે કિર્તીદાન ગઢવી ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે તે પોતાના દરેક કાર્ય ક્રમ અને ડાયરામાં ભગવાન દ્વારકાધીશના ભજનો કીર્તનોથી વાતાવરણને ભક્તિમય બનાવી દે છે.

કિર્તીદાન ગઢવી આટલા મોટા શોમા ભગવાન દ્વારકાધીશ ના ભજનો ગાય સમગ્ર ગુજરાતવાસીઓને ભારતીય લોકોને ગર્વ અપાવ્યું છે. કિર્તીદાન ગઢવી આજે પોતાની સંગીતકળા ની મદદ થી સમગ્ર વિશ્વમાં લોક સંગીત ભજન કીર્તન ફેલાવી રહ્યા છે આ કારણથી જ કીર્તીદાન ગઢવી તમામ લોકોને દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે અને સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે. અને તેમના પર ભગવાનની અસીન કૃપા રહેલી છે. તથા ગળામાં સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન રહેલા છે.

હાલના સમયમાં કિર્તીદાન ગઢવી પોતાના ઑસ્ટ્રેલિયા પ્રવાસની મજા માણી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય લોકો દ્વારા ભવ્ય લોક ડાયરા અને રાસ ગરબાના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિર્તીદાન ગઢવીના આમંત્રિત કરવામાં આવ્યા હતા ઓસ્ટ્રેલિયા ની ધરતીમાં કિર્તીદાન ગઢવી અને ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર બંને લોકો એક સાથે ધૂમ મચાવી રહ્યા છે.
આ ડાયરામાં ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો સાથે સાથે ઓસ્ટ્રેલિયાના સાંસદ દ્વારા બંને ગુજરાતના કલાકારોને ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.