અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શન બાદ કોકીલાબેન એ સોમનાથ દાદાના ચરણોમાં માથું ઝુકાવી લીધા આશીર્વાદ – જાણો કેટલા કરોડોનું કર્યું દાન
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર આટલા વિશ્વની કક્ષાએ અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી. તેઓ હંમેશા ભગવાનની પૂજા તથા દેવ દર્શને જતા જોવા મળે છે. અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંકશન પૂરા થતા ની સાથે જ મુકેશ અંબાણી તથા તેના પરિવાર ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે દ્વારકા મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેવામાં થોડા સમય પહેલા જ ધીરુભાઈ અંબાણીના પત્ની કોકીલાબેન અંબાણી ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી તેમના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેમણે સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક પણ કર્યો હતો. પ્રિ વેડિંગ ફંક્શન શાંતિપૂર્વક પૂર્ણ થતા કોકીલાબેન ને ભગવાન સોમનાથ દાદાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોકિલાબેન નું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર અંબાણી પરિવાર ભગવાન સોમનાથના આશીર્વાદ લઇ ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે ભોજન સમારંભ તથા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કલાકારો સાથે સાથે તમામ ગ્રામજનો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. સમગ્ર અંબાણી પરિવાર એ ચોરવાડના તમામ ગ્રામજનોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ચોરવાડ સમગ્ર અંબાણી પરિવાર માટે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ચોરવાડમાંથી જ સમગ્ર ભારત દેશને એક ધીરુભાઈ અંબાણી મળ્યા હતા. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ કંપનીની સ્થાપના કરી આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતીનો તથા રિલાયન્સ કંપનીનો ડંકો વગાડી રહ્યા છે.
તેમના પુત્ર મુકેશભાઈ અંબાણી પણ ધીરુભાઈ અંબાણીના સંસ્કારોને યાદ રાખી સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ નામના મેળવી છે હાલમાં તો કોકીલાબેન ની સોમનાથની મુલાકાત ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં દરેક લોકોએ લાઈક અને કોમેન્ટ દ્વારા હર હર મહાદેવ તથા દાદા સોમનાથના નારા લગાવ્યા હતા.