રાજકોટમાં રહેતા કોળી પરિવારે દીકરીની કંકોત્રીમાં એવી વાત છપાવી કે લોકો પણ વખાણ કરવા લાગ્યા
હાલ સમગ્ર ગુજરાતમાં લગ્નનો અનોખો માહોલ ચાલી રહ્યો છે તમામ લોકો પોતાના જીવનસાથી સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે. દરેક લોકો પોતાના લગ્નનું આમંત્રણ આમંત્રણ પત્રિકા આપીને કરતા હોય છે ઘણીવાર આમંત્રણ પત્રિકામાં એવો સંદેશો જોવા મળતો હોય છે જેને જોઈને આપણને પણ ઘણી પ્રેરણા મળતી હોય છે. આવા વ્યક્તિઓ સમાજને ઉપયોગી સંદેશ લખી દરેક લોકોને સારા કાર્ય પ્રત્યે પ્રેરિત કરતા હોય છે.
આવી જ એક કંકોત્રી લગ્નના માહોલ વચ્ચે રાજકોટમાં રહેતા કોળી પરિવારમાંથી સામે આવી હતી. રાજકોટમાં રહેતા આ પરિવારે પોતાની કંકોત્રીમાં સમાજને ઉપયોગી સંદેશો લખી દરેકને પ્રેરિત કર્યા હતા તથા દરેક લોકોએ સંદેશો વાંચી પરિવારના મન ભરી ને વખાણ કર્યા હતા. રાજકોટ શહેરમાં હડાળા ગામમાં રહેતા મનસુખભાઈએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે કંકોત્રીમાં એવી વાત છપાવી કે દરેક લોકો વાંચતા ની સાથે જ ખુશ થઈ ગયા.
મનસુખભાઈએ પોતાની કંકોત્રીમાં લખાવ્યું હતું કે મહેરબાની કરી કોઈએ લગ્નમાં દારૂ પીને પ્રવેશ કરવો નહીં. આ વાત એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા કારણ કે આજના સમયમાં અનેક લગ્ન પ્રસંગમાં લોકો દારૂ પીને નાચગાન કરતા હોય છે જેથી કરી દરેક સમાજમાં ખરાબ અસરો તથા દ્રુંષણો ફેલાતા હોય છે. આ ખરાબ અસરોને થતા રોકવા માટે મનસુખભાઈ પોતાની દીકરીની લગ્ન કંકોત્રીમાં આ વાત છપાવી હતી.
આ પહેલા પણ મનસુખભાઈએ લગ્ન કંકોત્રીમાં છપાવ્યું હતું કે કોઈએ લગ્નમાં દારૂ પીને આવો નહીં જે પણ કોઈ દારૂ પીને આવશે તેને ₹500 દંડ ફટકારવામાં આવશે જેની નોંધ લેવી. આ વાત તેમના સગા સંબંધીઓ તથા પરિવારજનોને ખૂબ જ પસંદ આવી હતી. લોકોએ મનસુખભાઈના મન ભરીને વખાણ કર્યા હતા તથા આ કંકોત્રીમાં લખેલો સંદેશ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો જેમાં લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ દ્વારા મનસુખભાઈને આ ઉમદા વિચારને વધાવી તેમના વખાણ કર્યા હતા. ખરેખર આજના સમયમાં કંકોત્રી દ્વારા સમાજને ઉપયોગી સંદેશ ફેલાવવા ખુબ જ સારી વાત છે.