કોરિયન છોકરાને ભારતીય છોકરી સાથે થયો પ્રેમ, લગ્નમાં યુવકે લૂંગી અને શર્ટ પહેરી તો પરિવારજનોએ પહેર્યા ભારતીય પરંપરાગત પોશાક જુઓ ખાસ તસવીરો
હાલમાં વિદેશના લોકો પણ ભારતમાં યુવાન યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે આવા અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે જેની પ્રેમ કહાની સાંભળીને આપણે પણ થોડીવાર માટે વિચાર માં પડી જતા હોઈએ છીએ. આવો જ એક કપલ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમામ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ભારતીય પરંપરાગતના પહેરવેશ સાથે કોરિયન યુવક ભારતીય યુવતી સાથે ખૂબ જ સુંદર અને આકર્ષક ફોટોશૂટ કરાવી રહ્યો છે. વાયરલ તસવીરોમાં કોરિયન યુવકને ભારતીય પરંપરાગત પોશાકમાં જોતા ની સાથે જ તમામ લોકો ખુશ થઈ ગયા હતા. આ વિડીયો અને તસવીરોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે જેમાં દરેક લોકોએ અલગ અલગ કોમેન્ટ પણ કરી હતી.

લાંબા કિલોમીટરના અંતર કાપ્યા બાદ કોરિયન યુવક તેની ભારતીય ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે ભારત આવ્યો હતો. આ દરમિયાન તેણે ભારતીય યુવતી સાથે લગ્ન કરવા માટે યુવક પણ ભારતીય પરંપરાગતના સુંદર અને આકર્ષક પોશાકમાં જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે યુવતી તેના કોરિયન બોયફ્રેન્ડને તૈયાર કરી રહી છે. આ બાજુ કોરિયન યુવકે પણ ભારતીય પરંપરાગતના રંગમાં રંગાઈ સિલ્કનો શર્ટ અને લૂંગી પહેરી છે. આ બાદ બંને લોકો ફોટોશૂટ પણ કરાવી રહ્યા છે.

યુવતીએ પણ માથામાં ગજરો લગાવી ભારતીય પરંપરાગત પોશાક પહેર્યો હતો. આ યુવતી કેસરી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે આ સાથે સોશિયલ મીડિયામાં પણ બંને લોકોને જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ યુવક કોરિયન હોવા છતાં પણ જાણે ભારતીય હોય તેવો લાગી રહ્યો હતો. આજે ઘણા વિદેશના લોકો પણ ભારતીય પરંપરાગત સંસ્કૃતિને સભ્યતાને ધીરે ધીરે અપનાવી રહ્યા છે આ વાત જ આપણા તમામ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વ ની છે.

માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશના લોકો પણ ભારતીય પરંપરાગત અને હિન્દુ પરિવાર મુજબ લગ્ન આયોજિત કરતા હોય છે જેમાં વિદેશના પરિવારજન પણ ભારતીય લગ્નમાં ઉપસ્થિત રહેતા હોય છે આવા અનેક કિસ્સાઓ અને પ્રેમ કહાનીઓ સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને જોવા મળે છે પરંતુ હાલમાં તો આ કોરિયન યુવક અને ભારતીય યુવતી ની પ્રેમ કહાની અને તેમના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.

આ વીડિયોમાં અત્યાર સુધી બે લાખ કરતા વધારે લોકોએ લાઈક અને કોમેન્ટ કરી છે. જેમાં એક વ્યક્તિએ લખ્યું હતું કે બંને લોકોને જોડી ખુબ જ સુંદર લાગી રહી છે આપને ભગવાન તરફથી ખુબ ખુબ આશીર્વાદ મળે એવી પ્રાર્થના, ત્યારે એક વ્યક્તિએ લખ્યું હતું કે ભારતીય પરંપરાગત પહેરવેશ એ જ આપણી સાચી ઓળખાણ છે તે ક્યારેય ભૂલવી ન જોઈએ ખરેખર આ બંને નવદંપત્તિને ખુબ ખુબ આશીર્વાદ. ઘણા લોકોને કપલ ફોટોશૂટ પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ વીડિયોને સાજી મેકઅપ મેજિશન નામના એકાઉન્ટ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.