ગ્રીન સાડીમાં ખૂબસૂરત જોવા મળી ક્રિતી સેનન, સ્માઈલ જોતા ચાહકો ના ધબકારા વધી ગયા જુઓ આકર્ષક તસવીરો
બોલીવુડ ફિલ્મની સુપર સ્ટાર અભિનેત્રી ક્રિતી સેનન લોકોની વચ્ચે હંમેશા ચર્ચામાં રહે છે કારણ કે તે પોતાની હોટનેસ,બોલ્ડનેસ અને ફિટનેસને કારણે આજે દરેક લોકો વચ્ચે લોકપ્રિય બની છે. ક્રિતી સેનન ના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તે તેમને દરેક ફિલ્મોમાં ખૂબ સપોર્ટ કરે છે. ક્રિતી સેનન લોકો વચ્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા હંમેશા એક્ટિવ રહે છે.અને તે અવારનવાર અનેક આકર્ષક તસવીરો શેર કરતી હોય છે.
હાલ માં અભિનેત્રી ન્યૂ દિલ્હી શહેરમાં જોવા મળી હતી જ્યાં તેમને કલ્યાણ જ્વેલર્સને ઓપનિંગમાં હાજરી આપી હતી આ ઇવેન્ટમાં ક્રિતી સેનન ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહી હતી. કલ્યાણ જ્વેલર્સ ની મેનેજમેન્ટ ટીમ દ્વારા અભિનેત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે સાથે દિલ્હી વાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અભિનેત્રીને જોવા માટે ભેગા થયા હતા. આપ સૌ લોકો જાણતા હશો કે ક્રિતી સેનનના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. આ કારણથી તેમના ચાહકો પણ અભિનેત્રીની એક પણ ઝલક જોવાનું ચૂકતા નથી.
અભિનેત્રીએ તમામ દિલ્હી વાસીઓ અને કલ્યાણ જ્વેલર્સ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે સાથે અનેક લોકો સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા. આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાના ચાહકોને હંમેશા પ્રેમ કરે છે આ કારણથી જ અભિનેત્રી લાખો લોકોના દિલમાં રાજ કરી રહી છે. આ ઇવેન્ટ દરમિયાન ક્રિતી સેનન એ ગ્રીન સાડી લહેરાવી ખુલ્લા વાળ સાથે આકર્ષક અંદાજમાં ફોટોશુટ કરાવ્યું હતું. અભિનેત્રીનો આ લૂક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો સાથે સાથે તસવીર માં આપેલી સ્માઈલ એ લોકોના દિલના ધબકારા વધારી દીધા હતા.
આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે આ તસવીરોમાં અભિનેત્રીની જ્વેલરી પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સાથે સાથે કોમેન્ટ દ્વારા લોકો અભિનેત્રીના સાડી સાથે આ અંદાજ ને ખૂબ પસંદ કરી મન ભરી વખાણ કર્યા હતા.આ સાથે સાથે દિલ્હી શહેરમાં હાજરી આપવા બદલ દિલ્હી વાસીઓએ પણ કોમેન્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અભિનેત્રીને પણ દિલ્હીની સફર ખૂબ જ પસંદ આવી હતી.