કચ્છી કોયલ ગીતાબેન રબારીએ ઓસ્ટ્રેલિયામાં ચણિયાચોળીના પહેરવેશથી લોકોના દિલ જીતી લીધા, જુઓ સુંદર ફોટોશૂટ
ગુજરાતનું ગૌરવ અને કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી હાલમાં વિદેશની ધરતીમાં રાસ ગરબા ની રમઝટ જમાવી રહ્યા છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ જોવા મળી રહ્યા છે. ગીતાબેન રબારી થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં કાંગારુ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું તથા પોતાનો સમય વિતાવ્યો હતો આ તસ્વીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.આજના સમયમાં ગીતાબેન રબારી વિદેશની ધરતીમાં પણ ગુજરાતી સંસ્કૃતિ સંસ્કારો અને સભ્યતાને પહોંચાડી રહ્યા છે આ વાત જ આપના સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે.

માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશની ધરતીમાં રાસ ગરબા નો કાર્યક્રમ હોવા છતાં પણ ભારતીય પરંપરાગત પોશાકમાં ગીતાબેન રબારી હંમેશા જોવા મળે છે આ કારણથી જ ચાહકો તેમને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપે છે. ગીતાબેન રબારી આ પહેલા પણ અમેરિકા યુકે ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં રાસ ગરબા ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા આ બાદ હવે તેઓ ઓસ્ટ્રેલિયામાં ગુજરાતવાસીઓ સાથે રાસ ગરબા ની ધૂમ મચાવી રહ્યા છે વિદેશની ધરતીમાં ગીતાબેન રબારી નું ગુજરાતવાસીઓ તરફથી ખૂબ જ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ ગીતાબેન રબારી એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ તમામ લોકોને કારણે જ આજે ભારતીય અને ગુજરાતી સંગીત વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચવામાં સફળ રહ્યું છે.

ગીતાબેન રબારી એ ફરીવાર વિદેશની ધરતી ઓસ્ટ્રેલિયામાં ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. આ તસવેરોમાં આપ જોઈ શકો છો કે ગીતાબેન રબારી એ ડિઝાઇનર લહેંગા પહેરીને પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો. આ લહેંગો પ્રખ્યાત ફેશન ડિઝાઈનર પ્રપ્તિ મહેતા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પરંપરાગત ચણિયાચોળીમાં ગીતાબેન રબારી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

આ તમામ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકો ગીતાબેન રબારીની સુંદરતાને સંસ્કારોના ખૂબ જ વખાણ કરી રહ્યા છે આટલા મોટા પદ પર સંગીત ક્ષેત્રમાં સફળ હોવા છતાં પણ ગીતાબેન રબારી હંમેશા પોતાના સંસ્કારો સાથે જોડાયેલા રહે છે લોકોએ કોમેન્ટ ના માધ્યમથી ગીતાબેન રબારીની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા તથા ચાહકોએ લખ્યું હતું કે આપ આજે વિદેશમાં રાસ ગરબા ની સંસ્કૃતિ ને ખૂબ જ આગળ વધારી રહ્યા છો આપ અમારું ગર્વ છે તો અન્ય વ્યક્તિ લખ્યું હતું સંગીત ક્ષેત્રમાં ગીતાબેન રબારી આપ ખૂબ આગળ વધો આવા અમારા આશીર્વાદ છે અમે હંમેશા તમારી સાથે છીએ.

આ કારણથી કહી શકાય કે ગીતાબેન રબારી પોતાના ચાહકોના પ્રેમને કારણે જ આજે દેશ વિદેશમાં રાસ ગરબા અને સંગીત ક્ષેત્રમાં ધૂમ મચાવી રહ્યા છે પરંતુ હાલમાં તો ભારતીય પરંપરાગત ચણિયાચોળીના પહેરવેશથી ગીતાબેન રબારી એ તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
