કચ્છી કોયલ ગીતાબેન રબારી લાવવા જઈ રહ્યા છે ટેટુડો 2.0, શૂટિંગના સેટ પરથી શેર કરી તસવીરો
કચ્છી કોયલ ગીતાબેન રબારી પોતાનો વિદેશ પ્રવાસ પર થી ફરીવાર ભારત પાછા ફર્યા છે તમામ લોકોએ વિદેશની સફળતા માટે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. કારણકે ગીતાબેન રબારીએ કતાર અને યુગાન્ડા જેવા દેશમાં ભારતીય સંસ્કૃતિની અલગ ઓળખ અને નામના ઊભી કરી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય અને યુગાન્ડાને કતાર ના રહેવાસીઓ લોકડાયરાને રાસ ગરબામાં જોડાયા હતા.
ભારત આવતાની સાથે જ ગીતાબેન રબારીએ ટેટુડો ગીત ની સફળતા બાદ ટેટુડો ટુ ગાવા જઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે નવરાત્રીના સમયમાં ગીતાબેન રબારી એ ગાયેલું ટેટુડો ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું આ બાદ હવે ફરીવાર ગીતાબેન રબારીએ શૂટિંગના સેટ પરથી ટેટુડો ટુની જાહેરાત કરી હતી વાયરલ તસવીર માં જોઈ શકો છો કે ગીતાબેન રબારી માઇક માં ગીત ગાતા જોવા મળ્યા હતા અને કેપ્શન માં લખ્યું હતું કે ફાઇનલી ટેટુડો 2.0 રેકોર્ડિંગ ઇસ ડન
આ ગીત માટે ગીતાબેન રબારી ના તમામ ચાહકોએ ઉત્સુકતા દર્શાવી હતી આ ગીત આગળના સમયમાં ખૂબ જ ધૂમ મચાવે તેવી શક્યતા છે કારણ કે ગીતાબેન રબારી નું ટેટુડો ગીત નવરાત્રીના દિવસોમાં ધૂમ મચાવ્યું હતું આ બાદ હવે ફરીવાર ગીતાબેન રબારી પોતાના ચાહકો ના આગ્રહથી ફરીવાર ટેટુડો ટુ લાવવા જઈ રહ્યા છે.
આ શૂટિંગના સેટ સાથેની તસવીરો ને અત્યાર સુધી 50,000 કરતા પણ વધારે લાઇક મળી ચૂકી છે તથા અનેક લોકોએ કોમેન્ટ દ્વારા નવા ગીત માટે ગીતાબેન રબારી ની શુભકામના અને શુભેચ્છા પાઠવીએથી સાથે સાથે ભારત પાછા આવવા બદલ કોમેન્ટ દ્વારા સ્વાગત પણ કર્યું હતું. આવનારા સમયમાં ગીતાબેન રબારી ફરીવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે.