અમેરિકામાં કરોડોની સંપત્તિ છોડી જૈન સમાજના બંને ભાઈ બહેનોએ અપનાવ્યો દીક્ષા નો માર્ગ વડોદરા શહેરમાં થયું ભવ્ય વરઘોડા નું આયોજન

આપણે સૌ લોકો જાણીએ છીએ કે જૈન સમાજ હંમેશા પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને સાથે લઈને આગળ રહ્યો છે. આ સમાજમાં દીક્ષા નું પણ અનોખો મહત્વ છે આપણે ઘણીવાર જૈન સમાજમાંથી ખૂબ જ નાના બાળકોને દીક્ષા લેતા જોવા મળ્યા હશે તેની સાથે જ તેઓ કરોડોની સંપત્તિનો પણ ત્યાગ કરી દે છે અને તમામ મોહમાયા ને છોડીને ભક્તિના માર્ગે પસાર થાય છે. આવી જ એક દીક્ષા જૈન સમાજમાંથી અમેરિકામાં રહેતા દીકરા અને દીકરીએ લીધી હતી. વર્ષોથી બંને દીકરો અને દીકરી અમેરિકામાં રહે છે આ બંનેનો જન્મ પણ અમેરિકામાં જ થયો હતો પરંતુ તેને જાતે જ તમામ મોહમાયા ને છોડીને ભક્તિના માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો. વિદેશમાં આ બંને ભાઈ બહેનો ખૂબ જ લક્ઝરી લાઇફ જીવતા હતા તથા તેની પાસે સંપત્તિની પણ કોઈ કમી ન હતી પરંતુ આ તમામ માયાનો ત્યાગ કરી તેને સંસારને છોડવાનું નક્કી કર્યું હતું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ દરમિયાન તેની દીક્ષા નો ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો. વડોદરામાં અલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનું વરઘોડો નીકળ્યો હતો. તેમાં જૈન સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેના પરિવારજનો અને આસપાસના લોકો પણ આ વરઘોડામાં જોડાયા હતા. આ વરઘોડો પન્યાસ આગમચંદ્ર સાગર મહારાજની નિશ્રામાં નીકળ્યો હતો રત્નસુંદરસુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધ સ્વરૂપે બે બાળકો દીક્ષા લેવા જઈ રહ્યા હતા. આ બે બાળકો અમેરિકામાં જ રહેતા હતા ને અચાનક જ બંને બાળકોએ સંન્યાસ લેવાનો વિચાર્યું હતું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મુમુક્ષુ કરણ અને મુમુક્ષુ તાન્યા વિશે પરિવારના સભ્ય વિનીતભાઈ શાહ એ જણાવ્યું કે તેઓ પરિવાર સાથે અમેરિકાથી આવ્યા છે હજુ સુધી આ દીક્ષા વિશેની વાત તેના પરિવારને ખબર જ નથી પરિવારને જાણ કર્યા વગર આ બંને બાળકોએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો કરણ અને તાન્યા તેના પરિવારમાં દીક્ષા લેનાર પ્રથમ બાળકો છે. હજુ સુધી કોઈએ આ પરિવારમાં દીક્ષા લીધી નથી પરંતુ અચાનક જ બંને ભાઈ બહેનોએ દીક્ષા લેતા તેના પરિવારજનો પણ વિચારમાં પડી ગયા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેનો પરિવાર વધુ જણાવતા કહે છે કે બંને છેલ્લા પાંચ વર્ષથી પણ વધારે આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યા હતા. તેમને 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેઓ બંને મોહમાયા નો ત્યાગ કરી સંયમના માર્ગે જવાનું નિર્ણય કર્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

વિનીત ભાઈ શાહ જણાવે છે કે ચાર પેઢીથી તેમને ખબર નથી કે કોઈ દીક્ષાર્થી હોય કરણ અને તાન્યા પરિવારમાં પ્રથમ દીક્ષા લેવા જઈ રહ્યા છે તે વાતની અમને હજુ સુધી ખબર ન હતી પરંતુ અમે તેને દીક્ષા લેતા રોકી શકીએ નહીં. બસ અમે તેની માટે પ્રાર્થના કરીશું . મુમુક શું કરણ તથા મુ મુકશો તાન્યાએ અલકાપુરી જૈન સંઘના દેરાસરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી બંને મોમાયા છોડી સંયમના માર્ગે નીકળી પડ્યા હતા . આ વરઘોડામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તથા તેમને ભારે હૃદય વિદાય કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *