|

રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે કયા દિગ્ગજ ક્રિકેટર ને આપવામાં આવ્યું આમંત્રણ – જાણો સંપૂર્ણ વિગત

આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. જેમાં દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ ખાતે હાજર રહેશે અને તમામ વિધિઓમાં ભાગ લેશે તેમાં અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તથા અભિનેત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે ભારતીય ક્રિકેટર ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે હાલમાં જ ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે મહેન્દ્રસિંહ ધોની એ ક્રિકેટની દુનિયામાં પોતાનું જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે.

તેણે તે જોડાયેલા તમામ કપ જીતવામાં સફળતા મેળવી છે તેથી જ આજે મહેન્દ્રસિંહ ધોની દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા તેની મોટી સંખ્યામાં છે. ત્યારે અયોધ્યા સમિતિ દ્વારા જાન્યુઆરીએ રાંચીમાં તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહેન્દ્રસિંહ ધોનીએ પણ ખુશીયો વ્યક્ત કરી હતી તથા મૂર્તિ પ્રતિષ્ઠા માટે તેઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે તેવું કહ્યું હતું. એમ.એસ. ધોની ને અનેક એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા છે તેજ ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ધોની ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દ્વારા સિંહ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની સાથે સાથે ભાજપના રાજ્ય સંગઠન મહાસચિવ કર્મવીર સિંહ પણ આમંત્રણ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. માત્ર મહેન્દ્રસિંહ ધોની ને જ નહીં પરંતુ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર અને ક્રિકેટ કિંગ તરીકે જાણીતા વિરાટ કોહલી ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 13 જાન્યુઆરીએ સચિન તેંડુલકરને તેના નિવાસ્થાન મુંબઈમાં રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેની સાથે સાથે સચિન તેંડુલકરે પણ આ રામ મંદિર માટે ખુશીઓ વ્યક્ત કરી હતી આપને જાણીને નવાઈ લાગશે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દેશમાં 6,000 થી પણ વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે 22 જાન્યુઆરીએ અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ત્યાં રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં જોવા મળશે અને આ પ્રસંગ ની શોભા તેની સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ અનોખા મહોત્સવમાં હાજરી આપશે. નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે આ સમગ્ર દેશ માટે ઉત્સવ છે. તેથી 22 જાન્યુઆરીએ કોઈપણ જાતની અવ્યવસ્થા ના સર્જાય તે માટે કોને અહીં આવવું જરૂરી નથી.

પોતાના ઘરમાં જ અયોધ્યાનું નિર્માણ કરી ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આનંદ માણો જેથી કરીને તમામ પ્રકારની વ્યવસ્થા જળવાઈ શકે ત્યારથી જ સંખ્યામાં સ્વયંસેવકો અયોધ્યા ખાતે હાજર થઈ ગયા છે. તે 22 જાન્યુઆરી 2024 ના રોજ સેવા આપશે એમ.એસ ધોની હાલમાં જ તેના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી રાંચી પરત ફર્યા હતા એને આવતાની સાથે જ રામ મંદિર માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ધોની અત્યારથી જ 2024 ની આવનારી ipl માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2023 માં તેની ટીમે ખૂબ સારું પ્રદર્શન કરી 2023 ipl નું ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

તેમાં પણ ગુજરાતના ઓલ રાઉન્ડર તરીકે જાણીતા રવિન્દ્રસિંહ જાડેજા નુ ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ઓવર સુધી ખૂબ સારું પ્રદર્શન કરી ચેન્નઇ સુપરકિંગ્સને 2023 ની ચેમ્પિયન ટીમ બનાવી હતી. જેમાં ગુજરાત ની ટીમને આર નો સામનો કરવો પડ્યો હતો પરંતુ ગુજરાતની ટીમે ખૂબ સારું પ્રદર્શન પણ કર્યું હતું. મહેન્દ્રસિંહ ધોનીએ ipl 2023 ની ફાઇનલમાં હીરો બનેલા રવિન્દ્રસિંહ જાડેજા ને જીતની સાથે જ ઉઠાવી લીધો હતો અને પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી મહેન્દ્રસિંહ ધોની 2024 માં ફરિવાર જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે મહેન્દ્રસિંહ ધોની પોતાની નવી ટીમ સાથે કેવો પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં તો જાન્યુઆરી 2024 ના રોજ મહેન્દ્રસિંહ ધોની વિરાટ કોહલી અને સચિન તેંડુલકર આ ત્રણે ક્રિકેટના દિગ્ગજો રામ મંદિરમાં અને આ પ્રસંગની શોભા વધી ઉઠશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *