ભાઈ અનંતની જાન માટે બહેન ઈશા અંબાણી રિયલ નેકલેસમાં જગમગી ઉઠી હીરાજડિત લહેંગામાં લાગે છે ખૂબ જ સુંદર જુઓ તસવીરો

અંબાણી પરિવારના ઘર આંગણે એન્ટીલીયા થી મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર સુધી અનંત અંબાણીની ભવ્ય અને શાનદાર જાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવારના સગા સંબંધી સહિત તમામ આમંત્રિત મહેમાનો અને કંપનીના કર્મચારીઓ હાજરી આપી હતી તથા મન મૂકીને ડાન્સ કર્યો હતો. આ જાન માટે અંબાણી પરિવાર એ લક્ઝરીયસ ગાડીમાં શણગાર કરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારબાદ તેઓ લગ્ન સ્થળે પહોંચ્યા હતા.

મર્ચન્ટ પરિવાર દ્વારા અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ ખાસ લગ્ન પ્રસંગ માટે સમગ્ર અંબાણી પરિવારના સભ્યો પરંપરાગત ભારતીય પહેરવેશ માં જોવા મળ્યા હતા. આ લગ્ન પ્રસંગના શુભ માહોલ વચ્ચે મુકેશ અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા સુંદર પોશાકમાં સજ્જ જોવા મળી હતી. ઈશા અંબાણીએ ફરીવાર પોતાના લુક થી દરેક લોકોને દીવાના બનાવી દીધા છે.

ઇશા અંબાણીએ પોતાના ભાઈની જાનમાં ખૂબ જ ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આ બાદ તેઓ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે પહોંચ્યા હતા જ્યાં આનંદ પિરામલ સાથે ફોટોગ્રાફીની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે ત્યારબાદ પોતાના ભાઈ અને સમગ્ર પરિવાર સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.ઈશા અંબાણીએ અનંતની બારાતમાં ઘાગરો પહેર્યો હતો. જે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથેના તેમના લગ્ન પહેલા ઈશા અંબાણી તેના ભાઈ અનંત અંબાણીની જાન માં ધૂમ મચાવવા માટે પેસ્ટલ પીચ ‘રંગકટ’ ઘાગરામાં ચમકી હતી.

આ તમામ તસવીરો ઈશા અંબાણીના ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ઇશા અંબાણી પોતાના ભાઈ અનંત અને આકાશને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી જ તેમના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ અને આતુરતામાં જોવા મળી હતી. આ પહેલા પણ તેણે અંબાણી પરિવારના તમામ ફંક્શનમાં ખૂબ જ ધૂમ મચાવી હતી તેમના સમાચાર પણ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા.

આ લહેંગા નો પ્રત્યેક ભાગ 4,000 કારીગરે કલાકોની મદદ થી તૈયાર કરવામાં આવ્યો હતો.જેની આસપાસ ઝીણવટપૂર્વક કાપેલા પોટ્રેટ હીરાના પલંગથી ઘેરાયેલો છે.નાજુક પતંગિયાઓ, દુર્લભ હીરાના કેલિડોસ્કોપમાંથી રચાયેલા, ગુલાબના કાપેલા દીપ્તિ સાથે ચમકતી પાંખડીઓ જોવા મળે છે.મેચિંગ હીરાના ફૂલો ઈશાની કાનની બુટ્ટીથી શણગારે છે, અને રંગીન હીરાના ચમકદાર ઝુંડ તેના માંગ ટીકાને શોભે છે.નકશી અને સાદી સોનામાંથી બનાવેલ વાઇબ્રન્ટ બહુ-રંગી કટોરી બ્લાઉઝ થી પોતાના લૂક ને કમ્પ્લેટ કર્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *