લોક સેવક ખજૂર ભાઈએ ઘર બનાવવા પાછળ કર્યો મોટો ખુલાસો આ વાત તમે આજ સુધી નહીં સાંભળી હોય
નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ એ આજે લોક સેવાના કાર્યોમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે તે સેવાના કાર્યોમાં હંમેશા આગળ રહે છે નીતિનભાઈ જાનીએ પોતાનું જીવન જ લોકોની સેવામાં સમર્પિત કરી દીધું છે. આજ કારણથી ખજૂર ભાઈ ને આજે લાખોની સંખ્યામાં લોકો ચાહે છે.
ખજૂર ભાઈ હંમેશા પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા સેવાના અનેક વિડીયો વાયરલ કરી લોકોને સેવાના કાર્ય પ્રત્યે જાગૃત કરતા હોય છે. કોમેડી વિડીયો થી શરૂ કરી ખજૂર ભાઈ આજે લોકોની વચ્ચે લોક સેવક તરીકેની નામના ઉભી કરી છે.
હાલમાં જ ખજૂર ભાઈએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓએ મહેસાણા ના અંબાસણા ગામમાં ઘર બનાવ્યું હતું ઘર બન્યા બાદ તેણે ઘરની પૂજામાં લાભ લીધો હતો. આ વીડિયોમાં ખજૂર ભાઈએ ઘર બનાવવા ને લઈને લોકો સમક્ષ એક મોટો ખુલાસો કર્યો છે જેને સાંભળીને દરેક લોકો થોડીવાર માટે વિચારમાં પડી ગયા હતા.
ખજૂર ભાઈએ વીડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે તમને બધાને એવું લાગતું હશે કે આટલું જલ્દી ઘર કેવી રીતે બને છે પરંતુ આ અમારી ટીમ અને સાથીદારોનું અગ્રીમ ફાળો છે આ સાથે સાથે હું 24 કલાક ત્યાં જ રહું છું અને જ્યાં સુધી ઘર ન બને ત્યાં સુધી સતત મહેનત કરતો રહું છું.
ખજૂર ભાઈ ની આ વાત લોકોને ખૂબ જ પસંદ આવી હતી ખજૂર ભાઈએ પોતાનું જીવન જ સેવા પાછળ સમર્પિત કરી દીધું છે તે પોતાની આવકનો મોટેભાગનો હિસ્સો સેવા કાર્યો પાછળ જ વાપરે છે આ જ કારણથી ખજૂર ભાઈએ આજે તમામ લોકોના દિલ જીતી લીધા છે. અનેક બે ઘર લોકોને ઘર આપી નવી જિંદગીની શરૂઆત કરી આપી છે.
જો કે ખજૂર ભાઈ ના પત્ની મીનાક્ષી દવે પણ ખજૂર ભાઈને સેવાના દરેક કાર્યોમાં ખૂબ સાત સહકાર અને પ્રેમ આપે છે આ જ કારણથી બંનેની જોડીને લોકો રામસિતા અને રાધાકૃષ્ણ ની જોડી તરીકે ઓળખે છે ખરેખર ખજૂર ભાઈએ સમગ્ર ગુજરાત તથા ભારતને ગર્વ અપાવ્યું છે.