ચૂંટણીના માહોલ વચ્ચે મુખ્યમંત્રી બનવા પર લોક સેવક ખજૂર ભાઈએ કર્યો સૌથી મોટો ખુલાસો, એવું કહ્યું કે ગુજરાતનું રાજકારણ….

આજના સમયમાં લોક સેવક તરીકે નામના મેળવેલ ખજૂરભાઈ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા તેને સેવા કાર્યનો ડંકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વગાડી દરેક ગુજરાતવાસીઓને ગર્વ અપાવ્યું છે. માત્ર કોમેડી વિડિયો થી શરૂ કરી ખજૂર ભાઈ આજે સેવા કાર્યની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. ખજૂર ભાઈ એ પોતાના સેવાના કાર્યથી અનેક લોકોને નવી જિંદગી આપી છે.

ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેવાના કાર્યો કરી રહ્યા છે ખજૂર ભાઈ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક વિડિયો શેર કરતા હોય છે ત્યારે હાલમાં જ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિ દ્વારા ખજૂર ભાઈને પૂછવામાં આવ્યું કે તમે જો મુખ્યમંત્રી બનો તો કોઈપણ વ્યક્તિ ઘર વિનાનો ના રહી શકે આ વિચાર પર તમે શું કહેશો ત્યારે ખજૂર ભાઈ ના જવાબથી તમામ લોકો વિચારમાં પડી ગયા.

ખજૂર ભાઈએ તે વ્યક્તિને જવાબ આપતા કહ્યું કે ગુજરાતમાં આ દરજ્જો બહુ મોટી વાત છે. એમાં પણ કાસ્ટ વધારે માન્ય રહેતી હોય છે. હું બ્રાહ્મણ કોમ્યુનિટી માંથી આવું છું મેં ક્યારેય રાજકારણ વિશે વિચાર કર્યો નથી. હું બહુ નાનો માણસ છું. બ્રાહ્મણ નો વર્ગ ગુજરાતમાં ઘણો નાનો હોય છે અને લોકો કાસ્ટિંગ પર ચાલતા હોય છે તેથી મેં રાજકારણ વિશે ક્યારેય વિચાર કર્યો નથી. મારો બ્રાહ્મણ સમાજ ઘણો નાનો છે અમે લોકો મહેનત કરી ધીરે ધીરે આગળ વધીએ છીએ. મુખ્યમંત્રી પદ વિશે વાત કરીએ તો મારી કરતા પણ વધારે સારા લોકો પાર્ટીમાં છે જે મારા કરતાં વધારે સારા કાર્ય કરે છે. આમ કહી ખજૂર ભાઈએ રાજકારણમાં ક્યારેય ન જોડાવાની વાત કરી હતી.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ફરીવાર ખજૂર ભાઈએ તમામ લોકોના દિલ જીતી લીધા હતા કારણ કે લોકો સફળ થયા બાદ તુરંત જ રાજકારણનો વિચાર કરે છે પરંતુ ખજૂર ભાઈએ નાનો માણસ બની તમામ લોકોની સેવા કરવાનો વિચાર લોકો સમક્ષ કર્યો હતો. આ જ વાતથી આજે ખજૂર ભાઈ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે ઘણા લોકોએ લાઈક અને કોમેન્ટ કરી કહ્યું કે તમે મુખ્યમંત્રી ન હોવા છતાં પણ મુખ્યમંત્રી કરતા પણ વિશેષ કાર્ય કરી રહ્યા છો અમારા માટે તમે હંમેશા માટે ભગવાન છો. હાલમાં તો ખજૂર ભાઈને આવા વાત લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *