|

ગુજરાતના લોક સેવક ખજૂર ભાઈ હાલ માં છે આ દેશ ના પ્રવાસે જુઓ વાયરલ તસવીરો ગુજરાતી થેપલા વિશે એવું કહ્યું કે….

ગુજરાતના લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે ખજૂર ભાઈ હંમેશા લોક સેવાના કાર્યોમાં આગળ રહે છે તેઓ પોતાની આવકનો મોટાભાગનો હિસ્સો અનેક લોકોની સેવા પાછળ વાપરે છે આજ વાતથી ખજૂર ભાઈના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની આજે માત્ર ગુજરાત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સેવા કાર્ય પ્રત્યે હંમેશા આગળ રહ્યા છે. ખજૂર ભાઈ અવારનવાર વિદેશની મુલાકાત લેતા જોવા મળે છે.

ખજૂર ભાઈનું વિદેશની ધરતીમાં પણ તેમના ચાહકો દ્વારા ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. ખજૂર ભાઈ હાલમાં પણ વિદેશ પ્રવાસ પર છે તેની માહિતી તેઓએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા તેમના ચાહકોને બતાવી હતી. ખજૂર ભાઈ ના પત્ની મીનાક્ષી દવે પણ તેમને દરેક સેવાના કાર્યોમાં પૂરતો સાત સહકાર આપે છે તેથી તેની જોડીને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ખજૂર ભાઈ અત્યાર સુધી હજારો લોકોના ઘર બનાવી દીધા છે. આજ વાતથી ખજૂર ભાઈને ગરીબોના આધાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ખજૂર ભાઈ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા દરેક ચાહકોને બતાવ્યું હતું કે તેઓ હાલમાં અમેરિકાના શિકાગો પ્રવાસ પર છે તેઓ એક મહિના સુધી અમેરિકામાં સફર કરશે તેઓએ અમેરિકામાં ફરવા માટે એક કાર રેન્ટ પર લીધી છે. આ વાત તેઓએ ચાહકોને જણાવી હતી. ખજૂર ભાઈ યુએસ ની ધરતીમાં પહોંચતા ની સાથે જ ગુજરાતીઓની મનપસંદ વાનગી થેપલાનો સ્વાદ માણ્યો હતો. આ સાથે ગુજરાતી વાનગી થેપલાના મન ભરીને વખાણ કર્યા હતા. સાથે સાથે દરેક લોકોને અમેરિકાની ધરતીમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

ખજૂર ભાઈ ના તમામ ચાહકોએ અમેરિકાના પ્રવાસ નિમિત્તે તેમને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી તથા જલ્દી પાછા ભારત આવે તેવી આશા વ્યક્ત કરી હતી. આ વાતથી જ જાણવા મળે છે કે ખજૂર ભાઈને તેમના ચાહકો દ્વારા હંમેશા સાથ સહકાર અને પ્રેમ મળતો રહે છે આજ કારણથી તેઓ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે. હાલમાં તો ખજૂર ભાઈની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *