પિતા પુત્રનો પ્રેમ તો જુઓ!! પુત્રના અઢારમાં જન્મદિવસ નિમિત્તે બિઝનેસમેન પિતાએ એક બે કરોડ નહીં પરંતુ આટલા કરોડની આપી લક્ઝરીઅસ કાર ગિફ્ટ માં કિંમત જાણી લોકો પણ બોલી ઉઠ્યા કે……
દરેક લોકોના જીવનમાં પોતાનો જન્મદિવસ એ જીવનનો શ્રેષ્ઠ દિવસ હોય છે. આ સાથે જ જન્મદિવસ માં કોઈ વ્યક્તિ એ આપેલી ભેટનું પણ અનેરૂ મહત્વ હોય છે. આવી જ એક ભેટ એક પિતાએ તેના પુત્રના જન્મદિવસ નિમિતે આપી હતી. બિઝનેસમેન પિતાએ પોતાના પુત્રના 18 માં જન્મદિવસ પ્રસંગે એક બે કરોડની નહીં પરંતુ પાંચ કરોડ રૂપિયાની લક્ઝરી કાર ગિફ્ટ માં આપી હતી. પિતા પુત્રનો પ્રેમ વ્યક્ત કરતો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અનેક લોકો લાઈક કરી ગાડી તથા પિતા પુત્રના પ્રેમના મન ભરીને વખાણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે પિતા અને પુત્ર આ ક્ષણમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે તથા પુત્ર એ જોયેલી સપનાની કાર આજે તેમની સામે હકીકત જોવા મળી રહી છે આ ખુશી તેના ચહેરા પર ખૂબ જ નજીકથી જોવા મળી હતી. બિઝનેસમેન વિવેકકુમાર રુંગતા અને તેમનો પુત્ર તરૂષ એ વિડીયો વાયરલ કરતા કહ્યું હતું કે મારા 18 માં જન્મદિવસ નિમિત્તે ડ્રીમ કારની ભેટ સાથે જાદુઈ બનાવવા બદલ હું મારા પિતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે પિતા અને પુત્ર એક સાથે શોરૂમમાં પ્રવેશ કરે છે. આબાદ પિતા અને પુત્ર દ્વારા નવી કારનું અનબોક્સિંગ કરવામાં આવે છે. કાર જોતાની સાથે જ પુત્ર ખૂબ ભાવુક થઈને પિતાને ભેટી પડે છે. આ વીડિયોને અત્યાર સુધી 15 લાખ કરતા પણ વધારે લાઇક મળી ચૂકી છે.
આ વિડીયો જોઈને તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા. ઘણા લોકોએ કહ્યું હતું કે પિતા પુત્રના આવો પ્રેમ આજ સુધી જોયો નથી તેની સાથે સાથે અનેક લોકોએ નવી કાર મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન પણ પાઠવ્યા હતા. હાલમાં તો આ પિતા પુત્રનો પ્રેમ વ્યક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને અત્યાર સુધી હજારો લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.