અંબાણી પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવી ભગવાન શ્રી ગણેશની વિરાટ પ્રતિમા મુકા કાકા એ તો ધરતી જ સ્વર્ગ ઉભું કરી દીધું જુઓ ધરતી પરના સ્વર્ગની સુંદર તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના દીકરા અનંત અંબાણી થોડા જ સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તે પહેલા જામનગર ખાતે 1 થી 3 માર્ચના રોજ પ્રી-વેડિંગ ફંકશનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રિ વેડિંગ ફંક્શન નિમિત્તે સમગ્ર જામનગરને ખૂબ જ ભવ્ય અને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું.
જાણે સમગ્ર જામનગર એક દુલ્હન લાગી રહી હોય તેવું લાગતું હતું જામનગર વાસીઓએ પણ અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંકશન નિમિત્તે ખુશીઓ વ્યક્ત કરી હતી. અંબાણી પરિવાર એ જામનગરના દરેક નાના-મોટા ગામડાઓમાં દરેક બાળકોને જમણવાર કરાવ્યો હતો.
ત્યારબાદ ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના આ ફંકશનમાં ખૂબ જ રંગદાર રંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમાં ડીજે નાઇટ પાર્ટી લંચ ડિનર સ્ટેજ પરફોર્મન્સ તથા મેજિક ડ્રોન સોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રિ વેડિંગ ફંક્શનમાં અનેક સેલિબ્રિટી તથા દેશ-વિદેશના મહેમાનો હાજર રહ્યા હતા. તેથી જ આ પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી. પ્રી વેડિંગ ફંક્શનના અંતે સમગ્ર અંબાની પરિવાર દ્વારા ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહા આરતીના સ્થળને જામનગરની જેમ જ શણગારવામાં આવ્યું હતું. એની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા છે જેમાં વાયરલ વિડીયો અને તસવીરોમાં આપ જોઈ શકો છો કે સૌપ્રથમ ખૂબ જ ભવ્ય અને વિરાટ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે ત્યારબાદ હનુમાનજી ભગવાન શ્રીરામ તથા અન્ય દેવી દેવતાઓના ચિત્રો પણ લગાવવામાં આવ્યા છે તેમની સાથે સાથે એક નાની એવી ગૌશાળા પણ રાખવામાં આવી છે.
તેમાં નાની ગાય જોવા મળે છે આ સાથે સાથે અનેકવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે તથા વૃક્ષ ઉપર માતાજીની ચુંદડી પણ બાંધવામાં આવે છે. તેની સાથે સાથે ઘંટડી પણ રાખવામાં આવે છે આ સ્થળ સ્વર્ગ જેવો અથવા સ્વર્ગ કરતા વિશેષ લાગી રહ્યું છે. આ સ્થળ ઉપર ભવ્ય અને આકર્ષક ગેટ તથા ફૂલો અને લાઇટ દ્વારા સમગ્ર જગ્યા ને શણગારવામાં આવી છે.
તમામ મહેમાનો માટે બેસવાની પણ ઉત્તમ સુવિધા કરવામાં આવે છે. જેથી કરીને કોઈ પણ મહેમાનોને કોઈપણ જાતની અવ્યવસ્થા ના સર્જન હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ચૂકી છે.