મહેન્દ્રસિંહ ધોનીએ અડધી રાત્રે પોતાના જન્મદિવસની કરી ઉજવણી પત્ની સાક્ષી ધોની ને પગે લાગી, અભિનેતા સલમાન ખાન પણ જોવા મળ્યા જુઓ ખાસ તસવીરો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સમગ્ર વિશ્વમાં લોકો ચાહે છે. સાત જુલાઈ 2024 ના રોજ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ ધોનીને જન્મદિવસ માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી માત્ર એટલું જ નહીં પરંતુ બોલિવૂડના અનેક સેલિબ્રિટી અને ક્રિકેટ જગતના તમામ ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી અભિનંદન પાઠવ્યા હતા.

ધોની એ જન્મદિવસની રાત્રીએ પોતાની પત્ની સાક્ષી અને દીકરી સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી આ દરમિયાન બોલીવુડના ભાઈજાન તરીકે જાણીતા સલમાન ખાન પણ તેમના જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ રીતે હાજર રહ્યા હતા. આ માહોલ વચ્ચે ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં કેક કટીંગ કરતી વખતે મહેન્દ્રસિંહ ધોની ની પત્ની સાક્ષી ધોનીના ચરણસ્પર્શ કરી તેને પગે લાગી હતી. આ જોતા ની સાથે જ તમામ ચાહકોએ સાક્ષીના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેણે તમામ લોકોના દિલ જીતી લીધા હતા.

આ પરથી કહી શકાય કે મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી બંને લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે તથા તેમની દરેક સફળતા પાછળ સાક્ષી હંમેશા તેને સાથ સહકાર અને પ્રેમ આપતી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં પરંતુ ipl માં ધોનીની દરેક મેચ વખતે સ્ટેડિયમમાં પત્ની સાક્ષી તેને સપોર્ટ કરતી જોવા મળે છે. સાક્ષી એ મહેન્દ્રસિંહ ધોનીના બર્થ ડે નો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે બર્થ ડે બોય કેક કટ કરી રહ્યા છે અને ત્યારબાદ તેની પત્નીને એક ટુકડો ખવડાવી રહ્યા છે.

આ જન્મદિવસે ધોનીના તમામ ચાહકો માટે એક ખુશખબર સામે આવ્યા હતા જેમાં ધોનીની બાયોપીક પરથી બનેલી ફિલ્મ ફરીવાર જુલાઈ 2024માં સિનેમા ઘરમાં રિલીઝ થશે. આ ફિલ્મને જોવા માટે ધોનીના તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહ અને આતુરતા દર્શાવી રહ્યા છે પહેલા પણ આ ફિલ્મ માટે તમામ લોકોનો ખૂબ જ પ્રેમ જોવા મળ્યો હતો તથા બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સુપરહિટ ફિલ્મ બની હતી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્રસિંહ ધોનીનો રોલ ખૂબ જ સુંદર રીતે ભજવ્યો હતો. આ પ્રેમને કારણે જુલાઈ 2024 માં સિનેમા ઘરોમાં તમને ફરી એકવાર આ ફિલ્મમાં જોવા મળશે.

ધોની પોતાના જન્મદિવસ પહેલા મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના ફંકશનમાં પોતાની પત્ની સાક્ષી સાથે હાજર રહ્યો હતો. બોલિવૂડના ભાઈજાન સલમાનખાને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મહેન્દ્રસિંહ ધોનીના જન્મદિવસની તસવીરો શેર કરી હતી જેમાં તેને કેપ્શન માં લખ્યું હતું કે હેપી બર્થ ડે કેપ્ટન સાહેબ, સલમાન ખાન અને મહેન્દ્રસિંહ ધોની બંને એકબીજાના પરમ મિત્રો રહ્યા છે. આ કારણ થી તેના જન્મદિવસ નિમિત્તે હાજર રહ્યો હતો. અને મહેન્દ્રસિંહ ધોની ના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *