મહેન્દ્રસિંહ ધોની સાક્ષી ભાભી સાથે ફ્રાંસના પેરિસ શહેરમાં વેકેશનની મજા માણતા જોવા મળ્યા, દીકરી ઝીવા એ શેર કરી તસ્વીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો છે અને તેમને બેસ્ટ કેપ્ટન અને બેસ્ટ ફિનિશર તરીકે લોકો ઓળખે છે જોકે આઇપીએલ 2024માં મહેન્દ્રસિંહ ધોની ની ચેન્નઈ સુપરકિંગ ટીમ આ વખતે પ્લે ઓફ કરવામાં અસફળ રહી હતી પરંતુ ધોની એ પોતાની બેટિંગ થી લોકોના દિલ જીતી લીધા હતા. ધોની ની એક ઝલક જોવા માટે દેશ-વિદેશના સ્ટેડિયમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે આ પરથી અંદાજો લગાવી શકાય કે ક્રિકેટથી દૂર હોવા છતાં પણ મહેન્દ્રસિંહ ધોનીના ચાહકોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
પોતાની ipl મેચ પૂર્ણ કર્યા બાદ મહેન્દ્રસિંહ ધોની નો સમગ્ર પરિવાર અંબાણી પરિવારના ફંકશનમાં હાજર રહ્યો હતો. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.આ ફંકશનમાં હાજરી આપ્યા બાદ મહેન્દ્રસિંહ ધોની તેમની પત્ની અને દીકરી જીવા સાથે ફ્રાન્સના પ્રવાસે મજા માણતા જોવા મળ્યા હતા. આ તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી.વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે મહેન્દ્રસિંહ ધોની પોતાના પરિવાર સાથે પેરિસમાં આવેલ એફરીલ ટાવર પાસે જોવા મળી રહ્યા છે.
મહેન્દ્રસિંહ ધોની ની દીકરી જીવા એ એફ્રીલ ટાવર પાસે અલગ અલગ અંદાજ માં પોઝ આપ્યા હતા. ધોની આ તસ્વીરમાં વાઈટ શર્ટ અને બ્લુ પેન્ટમાં જોવા મળી રહ્યો છે અને તેમની પત્ની યેલ્લો આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીર ને અત્યાર સુધી નવ લાખ કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે. આ તસવીર પરથી અંદાજો લગાવી શકાય કે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ સાથે સાથે પોતાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરે છે.
મહેન્દ્રસિંહ ધોનીનો સમગ્ર પરિવાર તેમની દરેક મેચમાં સપોર્ટ કરતો જોવા મળે છે ipl ની તમામ મેચમાં તેમની પત્ની ધોનીની બેટિંગ ને સપોર્ટ કરતી જોવા મળી હતી ધોનીની ક્રિકેટ ક્ષેત્રે સફળતા પાછળ તેમની પત્ની અને દીકરીએ ખૂબ સાથ આપ્યો છે આજ કારણથી મહેન્દ્રસિંહ ધોની આજે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે ક્રિકેટમાંથી સમય કાઢી દેશ વિદેશના પ્રવાસ પર જોવા મળે છે.