વાહ દિલ જીતી લીધું!!લાખો દીકરીઓના પિતા મહેશભાઈ સવાણી બાળકો માટે લાઇબ્રેરી અને રામ મંદિરનું કરશે નિર્માણ, હનુમાન જયંતીના દિવસે કર્યું ભૂમિ પૂજન જુઓ વાયરલ તસવીરો
સુરત શહેરના બિઝનેસમેન અને હજારો દીકરીઓના પિતા પુત્ર અને ભાઈ તરીકેની જવાબદારી પોતાના ખંભે લેનાર મહેશભાઈ સવાણી હંમેશા લોક સેવાના કાર્યો સાથે જોડાયેલા રહે છે આ જ કારણથી તેમને લાખોની સંખ્યામાં લોકો ચાહે છે. પોતાના સ્થાપેલા પીપી સવાણી ગ્રુપ હેઠળ આજે તેઓ અનેક લોકોને સેવા કરે છે. મહેશભાઈ સવાણી ને બિઝનેસમેન સાથે સાથે લોકસેવકનું પણ બિરુદ મળ્યું છે.

થોડા સમય પહેલા જ મહેશભાઈ સવાણીએ ફરીવાર સેવાનું કાર્ય કરી સૌ લોકોના દિલ જીતી લીધા હતા. મહેશભાઈ સવાણી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના નવા કાર્યની લોકો સમક્ષ જાણ કરી હતી. મહેશભાઈ સવાણી હનુમાન જયંતિ ના પાવન પર્વ નિમિત્તે રાણપરડા ગામમાં રામ મંદિર અને બાળકો માટે ભવ્ય લાયબ્રેરી બનાવવા માટે ભૂમિ પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગ નિમિત્તે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મહેમાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ મહેશભાઈના આ વિચારને ખૂબ પ્રેમથી વધાવ્યો હતો.

ગામમાં રામ મંદિર બનવાને કારણે દરેક લોકો ભક્તિ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા વધારી પોતાનું જીવન ભગવાન તરફ જોડી શકશે ત્યારે મહેશભાઈ સવાણી નો પોતાના ગામમાં રામ મંદિર બનાવવાનો વિચાર સૌ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. તેમજ લાઇબ્રેરી બનવાને કારણે દરેક બાળકો ખૂબ અભ્યાસ અને વાંચન કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકશે તથા સમગ્ર ભારત દેશનું નામ રોશન કરશે. આ કાર્ય સાથે જ મહેશભાઈ સવાની એ ગામમાં સંસ્કાર અને અભ્યાસનો સમન્વય કર્યો હતો.

મહેશભાઈ સવાણી ના આ કાર્યમાં ગ્રામજનો તથા ઉપસ્થિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ખૂબ સાચા સહકાર આપ્યો હતો. મારા સમયમાં ગામમાં બે સુવિધાઓ થવા જઈ રહી છે ત્યારે તમામ લોકોએ પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી. હાલમાં તો રામ મંદિર અને લાઇબ્રેરી બનવાના કાર્યો શરૂ થઈ ચૂક્યા છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી નવા કાર્યના શુભારંભ થવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ મહેશભાઈ સવાણીને પાઠવી હતી.
