OMG: મોલના માલિકે સ્ટેચ્યુની જગ્યાએ જીવતી છોકરી ઉભી કરી દીધી કપડા વેચવા માટે કર્યું માર્કેટિંગ જુઓ વાયરલ વિડિયો
આજના સમયમાં લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે અથવા ધંધામાં સફળ થવા માટે અલગ અલગ રીતે માર્કેટિંગ કરતા હોય છે કારણ કે કોઈ પણ ધંધામાં સફળ થવા માટે માર્કેટિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ દુબઈના એક મોલમાં સ્ટેચ્યુ ની જગ્યાએ જીવતી છોકરીને ઉભી કરી દેવામાં આવી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકો પોતાના અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપી રહ્યા છે જેમાં ઘણા લોકો કહી રહ્યા છે કે વિદેશમાં આવી જ ગુલામી કરવી પડે છે. તો ઘણા લોકોએ આને માત્ર અફવા કહી હતી. પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે સ્ટેચ્યુ ની જગ્યાએ જીવતી છોકરીને ઉભી કરી દેવામાં આવી છે.
આ વિડીયો એક્સ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા એક મોડલ શેર કર્યો છે જેમાં કપડાની દુકાનમાં સ્ટેચ્યુ ની જેમ જ એક જીવતી છોકરી ઉભી રહેલી જોવા મળે છે. માત્ર એટલું જ નહીં પરંતુ અમુક સમયે તે અલગ અલગ પોઝ પણ આપી રહી છે. આ ઉભી રહેલી મહિલાનું નામ એન્જેલીના છે. આ મહિલા સ્ટેચ્યુની જેમ ઊભા રહી અલગ-અલગ અંદાજમાં પોઝ આપી લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે જેથી ગ્રાહકો આ સ્ટોરમાં આવી કપડાની ખરીદી કરી શકે. આ વીડિયોને અત્યાર સુધી 50,000 કરતાં વધારે લોકોએ જોયો છે જેમાં માર્કેટિંગ નો આઈડિયા જોતા ની સાથે જ તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા. આ વિડીયોના કેપ્શન માં લખ્યું છે કે માર્કેટિંગ ઈન દુબઈ. આ પરથી કહી શકાય કે વાયરલ થયેલો વિડિયો દુબઈના કોઈ મોલનો છે.
આ વિડીયો સોશિયલ મીડિયામાં થતા ની સાથે જ એક વ્યક્તિએ કહ્યું હતું કે આવા વિચારો માત્ર વિદેશમાં જ હોય છે તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે દુકાનદારે મજબૂત માર્કેટિંગ કર્યું છે. ઘણા લોકોએ નકારાત્મક પ્રતિસાદ પણ આપ્યા હતા જેમાં લખ્યું હતું કે આ ખૂબ જ નબળી વ્યુહ રચના છે જે આપણા સૌ લોકો માટે શરમજનક વાત છે. એક વ્યક્તિએ લખ્યું હતું કે આપણી પાસે સ્ટેચ્યુની સુવિધા હોવા છતાં પણ શા માટે કોઈ લોકોને આવી રીતે ઉભા રાખીએ હું જાણું છું તેને પગનો દુખાવો થાય છે છતાં પણ તે ઊભી હોય તેવું લાગે છે. પરંતુ હાલમાં તો દુકાનદારનો આ માર્કેટિંગ આઈડિયા દરેક લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
દુબઈ જેવા દેશમાં આ માર્કેટિંગ આઈડિયા ખુબ જ સામાન્ય છે કારણ કે વિશ્વમાં દુબઈ દેશ પ્રગતિ ક્ષેત્રે સતત આગળ વધતો રહ્યો છે આ કારણથી જ તેના વેપારી અને ધંધાદારીઓ અવારનવાર આવા આઈડિયા કરી પોતાના ધંધાને આગળ વધારતા હોય છે આ કારણથી જ લોકો ધંધા માટે દુબઈ જવાનું વધારે પસંદ કરે છે પરંતુ એક બાજુથી આ એક ગુલામી વિચાર પણ હોઈ શકે પરંતુ વીડિયોને લઈ કોઈ ખાસ સ્પષ્ટતા હજુ સુધી બહાર આવી નથી. પરંતુ દુકાનમાં આવા દ્રશ્યો તમે ભાગ્ય જોયા હશે અથવા તો પહેલી વાર આ રીતે કોઈને માર્કેટિંગ કરતાં નજરે નિહાળ્યા હશે.