મમતા સોની પહોંચી ગંગાઘાટ, માથામાં તિલક લગાવી ગંગાઘાટ પર મહાપૂજાનો લાભ લીધો જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો જાણતા હશો કે મમતા સોની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની મશહુર અભિનેત્રી છે. તેમણે અનેક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને એક નવી ઊંચાઈ આપી છે. જેમણે 2014માં ઓઢણી ફિલ્મમાં કામ કર્યું હતું આ ફિલ્મમાં તેમનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. મમતા સોનીએ પોતાના અભિનયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે આ કારણથી જ તેમને અનેક એવોર્ડને સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે.
મમતા સોની અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે જેમાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે હાલમાં જ તેને ભારતના પવિત્ર સ્થાન હરિદ્વાર ની મુલાકાત લીધી હતી જ્યાંથી તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે મમતા સોની એકટીવા પર બેસી ગંગાઘાટ પાસે પહોંચી હતી જ્યાં તેમણે ગંગામાં સ્નાન કરી માં ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો હરિદ્વારમાં મમતા સોની સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી. ત્યારબાદ મમતા સોની સાથે અનેક મુલાકાતીઓ એ ફોટોશૂટ કરાવ્યું હતું. આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ જરા પણ અભિમાન જોવા મળતું નથી પરંતુ સામાન્ય માણસ બની દરેક લોકો સાથે ગંગાઘાટ પાસે સમય વિતાવ્યો હતો.
મમતા સોનીએ માથામાં તિલક પણ કરાવ્યું હતું આ બાદ મહાપૂજા અને મહા આરતીનો લાભ લીધો હતો સમગ્ર વાતાવરણ ખૂબ જ ભક્તિમય જોવા મળ્યું હતું. આ સાથે સાથે હરિદ્વારમાં તમામ મંદિરોની પણ મુલાકાત લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરને અત્યાર સુધી 93 હજાર કરતા વધારે લાઇક અને કોમેન્ટ જોવા મળી હતી લોકોએ કોમેન્ટ દ્વારા અભિનેત્રીના સંસ્કારના ખૂબ જ વખાણ કર્યા હતા સાથે સાથે હર હર ગંગેના નાદ પણ જોવા મળ્યા હતા.