ઢોલ નગારા સાથે મામેરા વિધિની ધામધૂમ થી શરૂઆત અંબાણી પરિવારે પોતાના લૂક થી પ્રસંગની શોભા વધારી, જુઓ સામે આવી ખાસ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે અને આ લગ્ન પ્રસંગ નિમિત્તે મુંબઈમાં આવેલા અંબાણી પરિવારના ઘર એન્ટિલિયા દુલ્હન કરતાં પણ વિશિષ્ટ રીતે શણગારવામાં આવ્યું હતું. હવે 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાય નવા જીવનની શરૂઆત કરશે.
આ લગ્ન વિધિની શરૂઆત મામેરાથી કરવામાં આવી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે ઈશા અંબાણીના સસરા અજય પીરામલે પણ વિશેષ હાજરી આપી હતી. આ મામેરા વિધિમાં સ્લોકાં અંબાણીની માતા પણ ઓરેન્જ સાડીમાં જોવા મળી હતી.
આ મામેરા વિધિમાં મુકેશ અંબાણીના સમગ્ર પરિવાર સાથે દરેક સગા સંબંધીઓ અને આમંત્રિત મહેમાનો જોવા મળ્યા હતા જેનું અંબાણી પરિવાર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તમામ લોકો લગ્ન પ્રસંગ માટે ખૂબ જ ઉત્સુક લાગી રહ્યા હતા. આ મામેરા વિધિની શરૂઆત ઢોલ નગારા અને શરણાઈ સાથે કરવામાં આવી હતી જેમાં તમામ ઢોલિયો પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મામેરાવિધિ ની થીમ પિંક અને ઓરેન્જ રાખવામાં આવી હતી. દરમ્યાન અંબાણી પરિવારની વહુ અને દીકરી ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી.
આ વિધિમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી લોકો સાથે ડાન્સ કરતા જોવા મળે છે. અંબાણી પરિવારમાં તમામ લોકોએ કરેલા ડાન્સ ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ પણ ઓરેન્જ કલરના લેંઘામાં જોવા મળી હતી. ઈશા અંબાણીએ પોતાના પિતા સાથે દીકરીને લઈ ફોટોગ્રાફી કરાવી હતી જેમાં બાપ દીકરી વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો હતો. સલોકા અને આકાશે પણ પોતાના લુક થી મામેરાવિધિ ની શોભા વધારી હતી.
ગુજરાતી પરંપરા રીતે રિવાજ અનુસાર નીતા અંબાણીએ મામેરાનું ભવ્ય સ્વાગત કર્યું હતું તથા તેમની માતાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.નારંગી શેડમાં અનંત અંબાણી અને રાધિકાના કાર્ટૂન પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા.શ્લોકા અંબાણી તેના પતિ આકાશ અંબાણી સાથે પાપારાઝી માટે પોઝ આપી રહી હતી.આ સમારોહમાં સ્વાતિ પીરામલ અને અજય પીરામલે પણ ભાગ લીધો હતો.મામેરુ ની આ વિધિમાં અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે પહોંચ્યા હતા. સમગ્ર અંબાણી પરિવાર એ મામેરા વિધિની ધામધૂમથી ઉજવણી કરી હતી.