અંબાણી પરિવારના ઘર આંગણે મામા લાવ્યા મામેરુ-નીતા અંબાણીએ ગુજરાતી પરંપરાથી ભવ્ય સ્વાગત કર્યું જુઓ સુંદર તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરશે પરંતુ આ પહેલા લગ્નમાં મામેરાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ મામેરા વિધિ નું આયોજન મુકેશ અંબાણી ના ઘર આંગણે એન્ટિલિયામાં થયું હતું.
આ વિધિ દરમિયાન નીતા અંબાણી ની માતા પૂર્ણિમા દલાલના 85 માં જન્મદિવસની ઉજવણી પણ જોવા મળી હતી આ નિમિત્તે નીતા અંબાણીએ ગુલાબી રંગ ની બાંધણી સાડીની પસંદગી કરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ સાડીમાં ખૂબ જ ઝીનવટથી ભરતકામ કરવામાં આવ્યું છે. નીતાએ ગુજરાતી પરંપરાગત રીતે બાંધણીને આગળથી બાંધી હતી. આ બાંધણીને ગુલાબી અને નારંગી રંગના બ્લાઉઝ થી જોડી તેને કમ્પ્લીટ કરી હતી.
પોતાના આકર્ષક લુક ને પૂર્ણ કરવા માટે હીરાનો હાર પણ પહેર્યો હતો.તેણે મેચિંગ ઇયરિંગ્સ અને બે હીરાના કાડા પહેર્યા હતા. નીતા અંબાણીએ તેના વાળને ખુલ્લા રાખી મેકઅપ સાથે સુંદરતામાં વધારો કર્યો હતો. અન્ય વીડિયોમાં નીતા અંબાણી ની માતા ની જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી ની તસ્વીરો પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં નીતા અંબાણીએ તેની માતાની ખૂબ જ આદરપૂર્વક આરતી ઉતારી તેનું સ્વાગત સન્માન કર્યું હતું. આ બાદ તેની માતાએ નીતા અંબાણીના માથા પર હાથ મૂકી તેને આશીર્વાદ પાઠવ્યા હતા. ખરેખર આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત તમામ લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા કારણ કે તેમાં માતા દીકરી વચ્ચેનો પ્રેમ ખૂબ જ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ બાદ નીતા અંબાણી પોતાની બહેન મમતા દલાલની આરતી કરવા માટે આગળ વધી હતી.
બંને બહેન વચ્ચેની મસ્તી મજાક અને આનંદની પળ કેમેરામાં કેદ કરવામાં આવી હતી. નીતા અંબાણી ની માતા અને તેની બહેન ફૂલોથી શણગારેલા રથમાં જોવા મળી હતી અને સમગ્ર અંબાણી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ આકાશ અંબાણી અને નીતા જોવા મળી હતી અને સમગ્ર અંબાણી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું માત્ર એટલું જ નહીં પરંતુ આકાશ અંબાણી અને અનંત અંબાણી સાથે બંને વહુ અને દીકરીઓએ નાનીના ચરણસ્પર્શ કરી તેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ બાદ અંબાણી પરિવારના નાના દીકરા દીકરીઓ એ પૂર્ણિમા દલાલના ખોળામાં સમય વિતાવ્યો હતો.
અંબાણી પરિવાર પ્રત્યે નીતા અંબાણી ની માતા નો પ્રેમ સ્પષ્ટ પણે આ દ્રશ્ય અને તસવીર દ્વારા જોવા મળ્યો હતો. આબાદ તમામ મામેરાની વિધિઓ પણ ખૂબ જ ધામધૂમથી શરૂ કરવામાં આવી હતી જેમાં સમગ્ર અંબાણી પરિવાર સાથે તેમના પરિવારજનો અને સગા સંબંધીઓ એ વિશિષ્ટ હાજરી આપી મામેરા વિધિથી લગ્નના દિવસોની શુભ શરૂઆત કરી હતી. મામાના મામેરા થી પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી નીતા અંબાણીએ પણ ગુજરાતી પરંપરા ની રીતે આ મામેરા ને વધાવ્યું હતું.