|

સ્વ.મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ સગાઈના પવિત્ર બંધનમાં બંધાયા પિતા ની તસ્વીર જોતા ની સાથે જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા – જુઓ સમગ્ર વિડિયો

મણિયારો થી ફેમસ થયેલા એવા સ્વ મણીરાજ બારોટ આજે ભલે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમના ગીતો અને મણીયારો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા છે આજે પણ લોકો મણીરાજ બારોટને યાદ કરે છે કારણ કે મણીરાજ બારોટના સૂર દરેક લોકોના દિલમાં ગુંજી રહ્યા છે. મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ તેમના પિતાના અવસાન બાદ પોતાની ત્રણેય બહેનોની જવાબદારી પોતાના ખંભે ઉઠાવી હતી.

પોતાના એકલા હાથે પોતાની ત્રણેય બહેનોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા. આ ત્રણે બહેનોના લગ્નમાં ગુજરાતના અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે રાજલ બારોટના મન ભરીને વખાણ કર્યા હતા કારણકે તેને એક પિતા તરીકેની જવાબદારી નિભાવી હતી ખરેખર આવી દીકરી હોવી એ સૌભાગ્યની વાત છે. રાજલ બારોટ એ પોતાના પરિવારમાં પિતાની કમી મહેસૂસ થવા દીધી ન હતી.

હાલમાં રાજલ બારોટ સગાઈના પવિત્ર બંધનમાં બંધાયા છે.જેની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકોને આ જોડી ખૂબ જ પસંદ આવી હતી. રાજલ બારોટ એ પોતાના instagram માં સગાઈ નો વિડીયો શેર કર્યો હતો. વીડિયોમાં આપ જોઈ શકો છો કે આ સગાઈ મા તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજલ બારોટ ની ત્રણે બહેનો હાજર રહી હતી.

આ સાથે રાજલ બારોટ ની સગાઈ માં કચ્છી કોયલ ગીતાબેન રબારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ વડીલોએ રાજલ બારોટને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સગાઈ દરમિયાન જ્યારે રાજલ બારોટ સાથે પોતાની ત્રણેય બહેનોને માતા પિતાની તસવીરો આપવામાં આવે છે ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

તમામ બહેનોની આંખમાં આંસુ વહેવા લાગ્યા હતા. પરંતુ હજુ સુધી રાજલ બારોટના પતિ વિશે કોઈ ઓળખ પ્રાપ્ત થઈ નથી પરંતુ સગાઈના આ સમાચારથી રાજલ બારોટના તમામ ચાહકોએ ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *