ગુજરાતી અભિનેત્રી માનસી પારેખનો ગ્રીન ડ્રેસમાં જોવા મળ્યો જોરદાર અંદાજ જુઓ વાયરલ તસવીરો
ગુજરાત ની માનસી પારેખ અભિનય, ફિલ્મ નિર્માતા,અને સંગીત ક્ષેત્રે સફળતા ના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે.માનસી પારેખે આજે માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ સંગીતની દુનિયામાં પણ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે.તેણે ઘણી ભારતીય ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે. વર્ષ 2008 થી તેમના કરિયરની શરૂઆત થઈ હતી અને આજ દિન સુધી તમામ ગુજરાતવાસીઓને અનેક ક્ષેત્રમાં સફળ થઈ ગર્વ અપાવ્યું છે.
માનસી એ વર્ષ 2008માં પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી ત્યારથી આ જોડીએ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી દીધી છે બંને લોકો અવારનવાર પોતાની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાઇક અને કોમેન્ટ જોવા મળે છે.માનસી એ હાલ માં જ PALERMO,SICILY માં પોતાના વેકેશન નો સમય પસાર કર્યો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ તસ્વીર દરમિયાન માનસી એ ગ્રીનટોપમાં આકર્ષક અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.આસપાસ નો નજારો પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.માનસી એ ખુલ્લા વાળ સાથે લોકો ના દિલ જીતી લીધા હતા. આ સાથે તેણે બ્લેક ગોગ્લસ અને કેપ પણ પહેરી હતી.તેની આપેલી સ્માઈલ જોય લોકો દિવાના બની ગયા હતા.માનસી હાલ માં ગુજરાતી ફિલ્મ ઝમકૂડી માં જોવા મળી હતી.આ ફિલ્મ માં તેનો અભિનય લોકો ને ખૂબ જ પસંદ આવ્યો હતો.સાથે આ ફિલ્મ એ ખૂબ જ ધૂમ મચાવી હતી.અને તમામ ગુજરાતી લોકો ના દિલ જીતી લીધા હતા.
આ તસવીર ને અત્યાર સુધી નવ હજાર કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.આ તસવીર ના કેપશન માં લખ્યું હતું કે LA DOLCE VITA!! માનસીએ અનેક ફિલ્મ અને ટીવી સિરિયલોમાં પોતાનો અભિનય કરી ચૂકી છે.આ કારણ થી જ તેણે દરેક લોકો ના દિલ માં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.