પિતાના અવસાન બાદ માતાની સેવા કરવા માટે જીવનભરના કર્યા લગ્ન, 54 વર્ષની ઉંમરે શરૂ કરી એક્ટિંગ-જાણો કોણ છે પંચાયત વેબ સિરીઝની આ અભિનેત્રી
પંચાયત વેબસીરીઝ એ આજે ચારેકોર ધૂમ મચાવી દીધી છે આ વેબ સિરીઝ લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ કારણથી જ પંચાયતની ત્રીજી સીઝન પણ આવી ચૂકી છે જેને લઇ તમામ લોકોએ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ વેબ સિરીઝના દરેક પાત્રના અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. પરંતુ આ માહોલ વચ્ચે પંચાયત વેબ સિરીઝ નું એક નવું જ પાત્ર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું હતું. આ પાત્ર બીજું કોઈ નહીં પરંતુ જગમોહન અમ્મા ઉર્ફે દમયંતી દેવીનું પાત્ર છે.

આ પાત્રની ચારે કોર ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.તેમનું સાચું નામ આભા શર્મા છે. એણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે એમનું ફિલ્મ કરીએ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું.તે બાળપણથી જ અભિનયનો શોખ ધરાવતી હતી પરંતુ કુટુંબની પરિસ્થિતિ સારી ન હોવાથી તે આગળ વધી શકી નહીં. પરંતુ મારી મહેનતથી 54 વર્ષની ઉંમરે મને ફિલ્મ ક્ષેત્રમાં અભિનય કરવાની તક મળી.તે તેના પરિવારમાં સૌથી નાની હતી.

તેમના પિતાના અવસાન પછી કુટુંબની જવાબદારી સંભાળવા માટે ટેલીફોન કંપનીમાં કામ કર્યું. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની માતાની સેવા કરવા માટે તે મોટેભાગનો સમય ઘરે પસાર કરતી હતી. હજુ એક વાત જાણીને તમને નવાઈ લાગશે કે અભિનેત્રીએ પોતાની માતાની સેવા કરવા માટે હજુ સુધી લગ્ન પણ કર્યા નથી. પરંતુ તેની માતા ઈચ્છતી હતી કે તે ક્યારેય અભિનય ના કરે.

અભિનેત્રીએ પોતાની માતાની આજ્ઞાનું પાલન કરી જીવનમાં ક્યારેય અભિનય ન કરવાનું નક્કી કર્યું. આભા શર્મા ને તેમના પરિવાર પાસેથી ખૂબ જ સારા સંસ્કારો મળ્યા હતા. પરંતુ અભિનેત્રીએ તેમના માતાના અવસાન બાદ પોતાના શોખને કારણે ફરીવાર અભિનય ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું. આ સમય દરમિયાન તેમના ભાઈ બહેન તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો.
009 માં તે પ્રથમવાર ટીવીના સેટ પર જોવા મળી હતી પરંતુ વચ્ચે બ્રેક મળવાથી તે ખૂબ જ નારાજ થઈ ગઈ હતી પણ તેમના અભિનયના ડાયરેક્ટરે ખૂબ જ વખાણ કર્યા હતા આ પરથી તેને પોતાનામાં આત્મવિશ્વાસ આવ્યો અને હજુ વધુ મહેનત કરી આગળ વધવાનું નક્કી કર્યું.

અભિનેત્રીએ અત્યાર સુધી અનેક બોલીવુડના સુપરસ્ટાર સાથે ફિલ્મોમાં કામ કર્યું છે.આભા શર્માને 2010માં પ્રથમવાર પીપલી લાઈવ માં એક રોલ માટે બોલાવવામાં આવી હતી જ્યાં તેની મુલાકાત પંચાયત વેબ સિરીઝ ના ડાયરેક્ટર સાથે થઈ હતી. પરંતુ કમનસીબે આ ફિલ્મના અભિનય પહેલા જ તેની તબિયત લથડતા તે આ ફિલ્મમાં કામ ન કરી શકી.
પરંતુ નસીબ નો સાથ મળતા કોરોના પહેલા તેને પંચાયત વેબ સિરીઝ માટે ઓફર આપવામાં આવી અને આ વેબ સિરીઝમાં અભિનેત્રી નો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હાલમાં પંચાયત વેબ સિરીઝથી આભા શર્મા ને એક અલગ જ ઓળખ અને નામના મળી છે. આ વેબ સિરીઝ ને લઇ અભિનેત્રીએ પોતાના અનુભવ પણ વ્યક્ત કર્યા હતા.