લોકોને પોતાની રમુજી વાતોથી હસાવનાર માયાભાઈ પોતાની દીકરીની વિદાય સમયે રડી પડ્યા, જુઓ લગ્નના ફોટાઓ
તમે સૌ ડાયરા કિંગ અને હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા માયાભાઈ આહીરને તો ઓળખતા જ હશો. માયાભાઈ આહીર દરેક ગુજરાતીઓના દિલમાં વસે છે. માયાભાઈ આહીર થોડાક વર્ષો પહેલા પોતાની લાડલી દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હતા.
જણાવી દઈએ કે, માયાભાઈ આહીરના દીકરીના લગ્ન ભાજપના નેતા જીતુભાઈ ડેરાના પુત્ર મોનીલ સાથે થયા છે. લગ્નમાં ગુજરાતના ઘણા બધા કલાકારો હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ, માયાભાઈ આહીરની દીકરીના લગ્નમાં મોટા મોટા નેતા, ગાયક કલાકાર અને ફિલ્મી અભિનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જાણવા મળ્યું છે કે, દીકરીના લગ્નનો ત્રણ દિવસનો કાર્યક્રમ હતો. જેમાં પહેલા દિવસે રાસ ગરબાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યો હતો. જ્યારે બીજા દિવસે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ત્રીજા દિવસે તમામ પ્રકારની વિધિઓ પણ કરવામાં આવી હતી.

માયાભાઈ આહીરે પોતાની દીકરીના લગ્ન ધૂમધામથી કર્યા હતા. તેમની દીકરીના લગ્નના ફોટા જોઈને તમે પણ ઘણા ખુશ થઈ જશો. માયાભાઈ આહીર પણ લગ્નમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા અને લગ્નમાં આવતા મહેમાનો સાથે તેઓ હસતા મોઢે મળી પણ રહ્યા હતા.

આ ઉપરાંત તેમના પરિવારમાં પણ એક અલગ જ ખુશીનો માહોલ છવાયો હતો. સૌ લોકોને ખડખડાટ હસાવનાર માયાભાઈ આહીર પોતે જ તેમની દિકરીની વિદાય વખતે રડી પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. મિત્રો આ કિસ્સો ઘણા સમય પહેલાનો છે.