આગામી સાત દિવસોમાં મેઘરાજા ગુજરાતના આ વિસ્તારો માં કરશે ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી
હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનું જોર સતત વધી રહ્યું છે.પરંતુ હવે તમામ ગુજરાતવાસીઓ માટે ખુશી ના સમાચાર સામે આવ્યા છે.કારણ કે આગામી સાત દિવસો માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે.હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની જોરદાર આગાહી વ્યક્ત કરી છે.હાલ માં તમામ ગુજરાત ના લોકો આ ગરમી થી ત્રાહિમામ પોકારી રહ્યા છે.આ સાથે લોકોને ઘર ની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.
પરંતુ વરસાદ ના આગમન ની આગાહી સાથે જ ખુશી નું વાતાવરણ જોવા મળ્યું હતું.ગુજરાતમાં હવે સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય થઈ ગયું છે.આ કારણ થી ગુજરાત માં વરસાદ ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ચોમાસુ વિધિવત રીતે શરૂ થાય એ પહેલા જ ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઇ જશે જેને કારણે અનેક જગ્યા એ છૂટાછવાયા વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે.ગુજરાતમાં 15 જૂનથી ધીમીધારે વરસાદ જોવા મળશે.
શરૂઆત માં ગુજરાતના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના છે.આ તમામ વિસ્તારોમાં મેઘરાજા સૌપ્રથમ મહેરબાન થશે.આ બાદ ધીરે ધીરે સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદ જોવા મળશે.જો કે આ વર્ષે દર વર્ષ કરતા વધારે ગરમી જોવા મળી હતી.આ કારણ થી જ આવનાર દિવસોમાં ગુજરાતના લોકો વરસાદ ને કારણે રાહત નો શ્વાસ લેશે.
આ સમાચાર થી ખેડૂત વર્ગ માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ સારુ રહે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે.જેથી ખેડૂત ના પાકો પણ સારા રહેશે.જો કે ગયા વર્ષે ચોમાસુ સારુ જોવા મળ્યું ન હતું.જેથી તમામ ખેડૂતો નારાજ જોવા મળ્યા હતા.પરંતુ આ વખતે મેઘરાજા મહેરબાન રહેશે તેવી આશા છે.