આને કહેવાય સંસ્કાર સાહેબ!! અનંત અને રાધિકાના લગ્નમાં મર્ચન્ટ પરિવારે ગાયોનું દાન આપ્યું લગ્ન મંડપમાં શણગાર સજેલી બે સુંદર ગાય લાવવામાં આવી જુઓ વિડિયો

અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. આ નવદંપત્તિએ અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લઈ જન્મોજનમના બંધનમાં હંમેશા માટે બંધાયા હતા. આ લગ્ન ઉત્સવ તમામ લોકો માટે ખૂબ જ ખાસ વિશિષ્ટ અને યાદગાર બની ગયો હતો હિન્દુ રીત રિવાજ અનુસાર લગ્નની તમામ વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાણી પરિવારના સભ્યો સગા સંબંધી અને આમંત્રિત મહેમાનો સાથે તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ લગ્નની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં ખૂબ જ થઈ રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયાની દુનિયામાં પણ ચારે તરફ અંબાણી પરિવારના લગ્નની ધૂમધામ મચી ગઈ છે.



અનંત અંબાણી પોતાના ઘર એન્ટિલિયાથી લક્ઝરીયસ ગાડીમાં રાધિકા સાથે પરણાવવા માટે નીકળ્યો હતો. આ જાનમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત કંપનીના કર્મચારીઓ એ પણ ખૂબ જ ડાન્સ કર્યો હતો. આ બાદ સોશિયલ મીડિયામાં અનંત અને રાધિકાનો લગ્નના મંડપ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમામ લોકોએ આ વિડીયો જોતા ની સાથે જ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી હતી. તમે પણ આ વિડીયો પોતાની સાથે જ ખૂબ જ ખુશ થઈ જશો.

આ વાયરલ વીડિયોમાં અનંત અને રાધિકા પરિવારજનોની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ લગ્નમાં ખૂબ જ મોટી સંખ્યામાં મંદિરના સાધુ સંતો અને મહંતો તથા ધર્મગુરુ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેને લગ્નના અંતે વર વધુને નવા લગ્નજીવન માટે આશીર્વાદ અને શુભકામના સાથે શુભેચ્છા પાઠવી હતી. સાધુ સંતોની લગ્નમાં ઉપસ્થિતિથી વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. ખરેખર આ પવિત્ર માહોલ જોય તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા.



આપણે સૌ લોકો જાણીએ છીએ કે દુનિયામાં સૌથી મોટું દાન કન્યાદાન હોય છે દરેક દીકરીના પિતા આ દાન માટે ભાગીદાર બનતા હોય છે તેમાં ગાયોના દાનનું ખૂબ મોટું મહત્વ છે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ રીત રિવાજ અનુસાર મંગળફેરામાં ગાયોના દાન આપવાનું અનેરું મહત્વ છે. પરંતુ આજના સમયમાં લોકો સોના ચાંદીની ગાય ભેટમાં આપતા હોય છે. પણ આ લગ્નમાં મર્ચન્ટ પરિવાર તરફથી બે સાચી પુગનુર ગાય ભેટમાં આપવામાં આવી હતી.

કન્યાના પરિવારે સાચી ગાયોનું દાન આપી તમામ લોકોના દિલ જીતી લીધા હતા. આ બંને ગાયોને મંડપમાં લાવવામાં આવી હતી જેને જોતા ની સાથે જ તમામ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા તથા આ બંને ગાય પણ ખૂબ જ સુંદર લાગી રહી છે જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે તમામ લોકો કન્યા ના પરિવારના સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *