ભર ઉનાળે રેઇનકોટ તૈયાર રાખજો!! ગુજરાતમાં આવી શકે છે વરસાદની સૌથી મોટી આફત હવામાન વિભાગ આંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી

સમગ્ર ગુજરાતમાં ગરમીનું વાતાવરણ સતત વધી રહ્યું છે. ગુજરાત વાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે જેથી કરીને લોકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. ગરમીના આ માહોલ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે આવનારા સમયમાં દરેક લોકોને ગરમીમાંથી છુટકારો મળી શકે છે કારણ કે એપ્રિલ મહિનાના અંતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે જોકે હાલમાં અનેક જગ્યાએ વાદળછાયા વાતાવરણ જોવા મળ્યા હતા જેથી કરીને આવનારા સમયમાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે.

બંગાળના ઉપસાગર ભેજ ને અરબ સાગરના ભેજને કારણે પ્રિમોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા તમામ શહેરોમાં 40 થી 45 ડિગ્રી તાપમાન નોંધાયા હતા. પરંતુ વરસાદી વાતાવરણ બાદ પણ ગુજરાતવાસીઓને ગરમીનો સામનો કરવો પડી શકે છે જેને કારણે થોડા સમય માટે જ તમામ લોકોને ગરમીમાંથી રાહત મળશે.

હાલમાં અમદાવાદ સુરત જેવા શહેરોમાં વાદળછાયા વાતાવરણ હોવાથી 35 થી 40 ડિગ્રી તાપમાન નોંધાયો હતો જેને કારણે ગુજરાતના લોકોએ ગરમી માંથી રાહતનો શ્વાસ લીધો હતો. જુનાગઢ કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે.

આવનારા સમયમાં ગુજરાતના મુખ્ય શહેરોમાં તાપમાન વધી શકે છે. એપ્રિલ મહિનાના અંતમાં અને મેની શરૂઆતમાં વરસાદી વાતાવરણ રહેવાથી અનેક વિસ્તારોમાં ભારે વંટોળ તથા પવન ફૂંકાવાની ઘટના બની શકે છે જેને કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *