એ કુદરત રક્ષા કરજે!! સતત વધતા તાપમાન ની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી સૌથી મોટી આગાહી
હાલમાં તમામ ગુજરાતવાસીઓ ગરમીનો સામનો કરી રહ્યા છે ગુજરાતના અનેક નાના મોટા શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યો છે દર વર્ષ કરતાં આ વર્ષે તમામ ગુજરાતના લોકોને વધારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીના છુટકારા ને લઈ આગાહી વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાં વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે જેને કારણે અનેક લોકોને ગરમીમાંથી છુટકારો મળી શકે છે પરંતુ એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં અનેક વિસ્તારોમાં છૂટો છાયો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં તમામ ગુજરાતવાસીઓને ગરમીનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતના અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જેવા શહેરોમાં 40 ડિગ્રી જેવા તાપમાન નોંધાયા હતા જે આ વર્ષે સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. હાલમાં તાપમાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કોઈ આગાહી વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ આવનારા સમયમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
10 એપ્રિલ થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડું તથા પવન ફૂંકાવાની ઘટના બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે વાવાઝોડાની પણ આશંકા છે.