તૈયાર થઈ જજો!! ભારે પવન અને વંટોળ સાથે થઈ શકે છે, આ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન નદીનાળા ચારે કોર છલકાશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી
હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. પરંતુ આ કાળજાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે રાહતની આગાહી વ્યક્ત કરી છે જેને કારણે તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થવાની શક્યતા છે.
આ વરસાદ સૌથી વધારે નડિયાદ વડોદરા ધંધુકા ભાવનગર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રાટકી શકે છે. જૂન થી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવી શકે છે જોકે હજુ થોડા દિવસ ગરમીનો પારો વધવાની શક્યતા છે આ બાદ અને વિસ્તારોમાં વરસાદના એંધાણ જોવા મળી શકે છે. આવનારા સમયમાં એક થી પાંચ જૂન દરમિયાન ગરમીમાં ઘટાડો થશે આ બાદ મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
31 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. આગામી પાંચ દિવસો માટે ગુજરાતના દરિયા કિનારાના અનેક વિસ્તારોને હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હજુ આગામી પાંચ દિવસોમાં ગુજરાતવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે પાંચ દિવસો બાદ છુટા છવાયા વરસાદ જોવા મળશે. આ સાથે સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
29 થી 31 મે દરમિયાન વંટોળનું પ્રમાણ વધારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી છે. આહવા ડાંગ અને સુરતના વિસ્તારોમાં 31 મે સુધી વરસાદની શક્યતા છે.ચાર જૂન સુધી માં આંધી વંટોળ ફૂંકાશે. હાલમાં તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ એ કહ્યુ છે કે આ વર્ષે ચોમાસું વધારે સારું જશે જેથી ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.