ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ભારે વરસાદ આવતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કરી સૌથી મોટી આગાહી, જાણો કઈ તારીખે કયા વિસ્તારમાં આવશે સૌથી વધારે વરસાદ
ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હતું પરંતુ છેલ્લા બે દિવસોથી ગુજરાતના અનેક શહેરોમાં ભારે વંટોળ સાથે વરસાદ અને વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા હતા. આ માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેને કારણે તમામ ખેડૂત વર્ગ અને ગુજરાતવાસીઓ ચિંતામાં મુકાયા છે.
હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી એ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં 13 થી 15 મી દરમિયાન છુટા છવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે. આ વખતે સમય કરતા પહેલા સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. હાલમાં તો તમામ ગુજરાતના શહેરીજનોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે.
આગામી સમયમાં સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે જેને કારણે ખેડૂત વર્ગ પણ ભારે ચિંતામાં મુકાયો છે. રાજકોટ અને જુનાગઢ જેવા વિસ્તારોમાં છેલ્લા બે દિવસોથી ભારે પવન સાથે વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં 13 મે ની રાત્રીએ ભારે પવન સાથે ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું.
ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે સુરત અમદાવાદ રાજકોટ વડોદરા આ તમામ શહેરોમાં 15 મે બાદ વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે આ કારણથી કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે. વરસાદની સીઝન પહેલા વરસાદનું આગમન થતા કેરીના પાકના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં વરસાદ કયા વિસ્તારોમાં સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે હાલમાં તો તમામ વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદના દ્રશ્યો સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે.
10:13 am
Darshan Savani