સુરાપુરા ધામ ભોળાદ ખાતે પધાર્યા આ મોંઘેરા મહેમાન દાદાના ચરણે માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા જુઓ સુંદર તસવીરો
શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતિક એટલે આજના સમયમાં સુરાપુરા ધામ ભોળાદ બની ગયું છે આ ધામ સાથે વીર રાજાજી તથા વીર તેજાજી દાદાની શૂરવીર ગાથા જોડાયેલી છે આજના સમયમાં પણ દાદા અહીં હાજર રહી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ ગામમાં દાદા ના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે તથા દાદા ના શરણે માથું ઝુકાવી ધન્યતાનો અનુભવ કરે છે.
દરેક ભક્તોને દાદા પર અતુલ શ્રદ્ધા અને વિશ્વાસ રહેલો છે તેથી દાદા પણ પોતાના દ્વારે આવેલો કોઈ પણ ભક્ત ને નિરાશ થવા દેતા નથી તથા તેની મનોકામના સાંભળી તેને પૂર્ણ કરે છે. સુરાપુરા ધામ ભોળાદ માં પૂનમ અને અમાસનું અનેરૂ મહત્વ છે આ દિવસે ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે અહીં મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે અનેક ભક્તો મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કરે છે તથા દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે.
સુરાપુરા ધામ ભોળાદ ખાતે થોડા સમય પહેલા ખેડા લોકસભા ઉમેદવાર શ્રી દેવસિંહ ચૌહાણ, ધોળકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, તેમજ તેની સમગ્ર ટીમ દાદા ના દર્શન કરવા માટે ભોળાદ ખાતે પધારી હતી. તમામ લોકોનું પૂજ્ય ગુરુ શ્રી દાનબાપુ તથા ભોળાદ ટ્રસ્ટીગણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ટીમને દાનભા બાપુ સાથે ફોટા પણ પડાવ્યા હતા. તથા આ જગ્યા વિશે પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ પાસેથી માહિતી મેળવી હતી. તથા આ ધામ તરફથી ચાલતી અનેક પ્રવૃત્તિની પણ માહિતી પ્રાપ્ત કરી હતી તથા આબાદ મહાપ્રસાદ નો લાભ લઇ તમામ લોકોએ વિદાય લીધી હતી. હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકોએ લાઈક તથા કોમેન્ટ કરી જય સુરાપુરા દાદા ના નારા લગાવ્યા હતા.