મોરબીના પરિવારએ લગ્નની એટલી મોંઘી કંકોત્રી બનાવી કે તમે ભૂલથી પણ કચરાપેટીમાં નહીં ફેંકી શકો… જુઓ શું છે કંકોત્રીમાં વિશેષતા….
હાલના સમયમાં લગ્ન કરતા વધારે લગ્ન કંકોત્રીમાં વિશેષતા જોવા મળે છે. આજે લોકો લગ્ન પાછળ નહીં પરંતુ લગ્ન કંકોત્રી પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચા કરતા હોય છે. લગ્નના માહોલ વચ્ચે રાજકોટના પરિવાર એ કંકોત્રીના માધ્યમ દ્વારા પર્યાવરણ વિશે જાગૃતતા ફેલાવી છે આ વિચાર પરિવારજનો સાથે સાથે દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
આ સમગ્ર કંકોત્રી ભારતીય કલા મુજબ ગૂંથણથી તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર કંકોત્રીમાં કોઈ આગળ નહીં પરંતુ ભરતગુંથણથી સમગ્ર કંકોત્રી તૈયાર કરવામાં આવી છે તેથી આ કંકોત્રી ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. આ કંકોત્રીમાં ગણેશજીની સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે તેથી કંકોત્રીમાં ભક્તિમય માહોલ પણ ઉભો થયો હતો.
કંકોત્રી બનાવનાર મોરબીનો પરિવાર છે જે ભાજપ પાર્ટી સાથે જોડાયેલો છે. આ કંકોત્રી નો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જ્યારે આજના સમયમાં લોકો ભારતીય કલા અને ગુંથણ કારીગરીને ભૂલી રહ્યા છે ત્યારે ફરીવાર ગુંથણ કામ થી કલા સંસ્કૃતિ જીવંત થાય તેઓ ઉપદેશ હતો. આપણે ઘણી વાર જોયું હશે કે લોકો કંકોત્રી વાંચ્યા બાદ કચરાપેટીમાં ફેંકી દે છે પરંતુ આ કંકોત્રી તમે કચરાપેટીમાં ભૂલથી પણ ફેંકી નહિ શકો.
કારણકે આજે પ્લાસ્ટિક પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યું છે ત્યારે આ કંકોત્રીમાં થેલી તરીકે ઉપયોગ કરી શકો છો. આ સાથે સાથે ભરત ગુંથણની કલા નો પણ પ્રચાર થશે ખરેખર મોરબીના પરિવાર આ કંકોત્રી બનાવી દરેક લોકોને પ્રેરણા આપી હતી.